મ્યુનિ.કમિશનરનો આદેશ, પાલતુ કૂતરાં રાખવા રજિસ્ટ્રેશન નહીં કરાવનારા માટે કડક નિતી બનાવો
પાલતુ કૂતરાં રાખી રજિસ્ટ્રેશન નહીં કરાવનારાના કૂતરાં પકડવા સુચના
અમદાવાદ,બુધવાર,14 મે,2025
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં પાલતુ કૂતરાંએ ચાર મહિનાની
બાળકીને ફાડી નાંખી હતી. આ ઘટનાને પગલે પાલતુ કૂતરાં રાખવા માટે રજિસ્ટ્રેશન નહીં
કરાવનારા પેટ ઓનર્સ માટે કડક નિતી બનાવી તેનુ પાલન કરાવવા મ્યુનિસિપલ કમિશનર
બંછાનિધિ પાનીએ સુચના આપી છે. સાથે જ પાલતુ કૂતરાં રાખી રજિસ્ટ્રેશન નહીં
કરાવનારાઓના કૂતરાં પકડવા સુચના આપી છે.
મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી મ્યુનિ.ના વિવિધ વિભાગના અધિકારીઓની બેઠકમાં
હાથીજણ વિસ્તારમાં બનેલી ઘટના અંગે ચર્ચા કરાઈ હતી. મ્યુનિસિપલ કમિશનરે કહયુ, અમદાવાદમાં પાલતુ
કૂતરાં રાખવા પાંચ હજારથી વધુ પેટ ઓનર્સે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. હવે શહેરમાં
કેટલા પાલતુ કૂતરાં પેટ ઓનર્સ દ્વારા રાખવામાં આવ્યા છે એ અંગે સર્વે કરાવો. વિવિધ
વોર્ડ વિસ્તારમાં આવેલી સોસાયટીઓ,
ફલેટ કે એપાર્ટમેન્ટ સહિતના સ્થળે જે પેટ ઓનર્સ રજિસ્ટ્રેશન કરાવ્યા સિવાય
પાલતુ કૂતરાં રાખી રહયા છે.તેમના માટે હેવી પેનલટીની જોગવાઈ સાથેની કડક નિતી
બનાવો. શહેરમાં કેટલ પોલીસીનો અમલ કરાઈ રહયો છે. આ જ પ્રકારે પેટ ડોગ માટે પણ
પોલીસી બનાવી નિયંત્રણ લાવવા અંગે સુચના આપી હતી.