Get The App

વઢવાણના યુવાનને પૈસાની ઉઘરાણીમાં કેનાલમાં ધક્કો આપી મારી નાખવાનો પ્રસાય

Updated: May 15th, 2025

GS TEAM


Google News
Google News
વઢવાણના યુવાનને પૈસાની ઉઘરાણીમાં કેનાલમાં ધક્કો આપી મારી નાખવાનો પ્રસાય 1 - image


યુવાનને તરતા આવડતું હોય પાણીમાંથી બહાર નીકળ્યો

મિત્રને વચ્ચે રહી વ્યાજે અપાવ્યા બાદ પરત નહીં આપતા આરોપીએ ઉઘરાણી કરી મારી નાંખવાની ધમકી આપી

સુરેન્દ્રનગર: વઢવાણમાં રહેતા એક યુવાને એક મિત્ર પાસેથી બીજા મિત્રને રૂા.૨૦,૦૦૦ વ્યાજે અપાવ્યા હતા. જેમાં તે વચ્ચે રહ્યો હતો નાણા લેનાર મિત્ર રૂપિયા ન આપતા રૂપિયા આપનારે યુવાનને કેનાલ લઈ જઈ ધક્કો મારી જાનથી મારી નાંખવાની કોશીશ કર્યાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

વઢવાણની ઉમીયા ટાઉનશીપ નં.૭ની સામે રહેતા વિક્રમભાઈ ચંદુભાઈ પીપળીયાએ  મિત્ર નરેન્દ્ર ઉર્ફે ભુરો મનસુખભાઈ માધરને રૂપિયાની જરૂર પડતા એક વર્ષ બીજા મિત્ર વાલમ પાર્કમાં રહેતા ક્રિષ્નપાલસિંહ ઉર્ફે કાનભા ધર્મેન્દ્રસિંહ જાડેજા પાસેથી રૂપિયા ૨૦,૦૦૦ અપાવ્યા હતા. બાદમાં નરેન્દ્રએ આ રૂપિયા પરત આપ્યા ન હતા. તા.૧૧ મેના રોજ રાત્રે કાનભા એક્ટીવા લઈને વિક્રમભાઈના ઘરે ગયા હતા અને તેઓને કામ છે ચાલ સાથે તેમ કહી રતનપર નજીક નર્મદા કેનાલે લઈ જઈ મારા રૂપિયા તુ આપી દે નહિંતર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યાંથી એક્ટીવા પર દુધરેજ કેનાલે લઈ જઈ મારમારી કેનાલમાં ધક્કો મારી દીધો હતો અને એક્ટીવા લઈ નાસી છુટયો હતો. કેનાલમાં પડવાથી વિક્રમભાઈને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી પરંત તેઓને તરત આવડતું હોય તેઓ બહાર આવી ગયા હતા. જેની સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસ મથકે ક્રિષ્નપાલસિંહ ઉર્ફે કાનભા ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે હત્યાની કોશીશની ફરિયાદ નોંધાઈ છે. આરોપીને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથધરી છે.


Tags :