For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શાહપુર પોલીસ ચોકી સામેથી રૃ. 3.86 લાખના કોપર વાયરો ચોરાયા

મેટ્રો રેલવે પ્રોજેક્ટની કામગીરીના વાયરો રખાયા હતા

કોઇક વ્યકિત ૪૨૫ કિલો ગ્રામના બે ડ્રમ કોપર વાયરના લઇ રફૂચક્કર

Updated: Nov 17th, 2021

 Article Content Imageઅમદાવાદ,બુધવાર

દિવાલીના તહેવારો દરમિયાન ચોરીના બનાવો વધી રહ્યા છે, શાહપુર દરવાજા બહાર માધુપુરા પોલીસ ચોકી સામે ચાલી રહેલા મેટ્રો રેલવે પ્રોજેક્ટની કામગીરીમાં વપરાતા રૃા. ૩.૮૬ લાખની કિમતના કોપરાના વાયરોની ચોરી થઇ હતી. આ  બનાવ અંગે માધુપુરા પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સવારે કોઇક વ્યકિત ૪૨૫  કિલો ગ્રામના બે ડ્રમ  કોપર વાયરના લઇ રફૂચક્કર ઃ જાણ ભેદુ હોવાની આશંકા

આ કેસની વિગત એવી છે કે ન્યું નરોડા વિસ્તારમાં સેલ્બી હોસ્પિટલ પાસે હરિદર્શન ચોકડી નજીક શ્યામવિલા ગ્રીન ખાતે રહેતા અને મેટ્રો રેલવે પ્રોજેકટમાં નોકર ી કરતા  સંજયભ ાઇ રામનરેશ ગુપ્તાએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૬ના રોજ સવારે ૯ વાગ્યા પહેલા શાહપુર દરવાજા બહાર  મેટ્રો રેલવે પ્રોજેક્ટના ચાલતા કામની સાઇડ  ઉપરથી ૪૨૫ કિલો ગ્રામ કોપર વાયરના બે ડ્રમની કોઇક અજાણી વ્યકિત ચોરી કરીને લઇ ગઇ  હતી.

ઉલ્લેખનીય છે કે ઓઢવમાં વેપારી બહેનનો બર્થ ડે ઉજવવા માટે હોટલમાં ગયો અને તસ્કારોએ ત્રાટકીને મકાનમાંથી રૃા. ૨ લાખની મત્તાની ચોેરી કરી હતી  તેમજ તાજેતરમાં  નરોડામાં વૃધ્ધ દંપતિ ના મકાનમાંથી રૃા.૧.૧૦ લાખની દાગીનાની ચોરી કરીને નાસી ગયા હતા.

Gujarat