Gujarat

વડોદરા : શાકભાજીની ખરીદી વેળા મહિલાને ગંદી કોમેન્ટ કરી બીભત્સ ઈશારા કરતો રોમિયો શી ટીમએ ઝડપી પાડ્યો

By GS Team
10 Dec 20211 min read
This article was originally published on 10 Dec 2021
વડોદરા : શાકભાજીની ખરીદી વેળા મહિલાને ગંદી કોમેન્ટ કરી બીભત્સ ઈશારા કરતો રોમિયો શી ટીમએ ઝડપી પાડ્યો

વડોદરા, તા. 10 ડિસેમ્બર 2021 શુક્રવાર

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં શાકભાજીની ખરીદી કરતી મહિલાને ગંદી કોમેન્ટ કરી આંખથી ઈશારો કરતા રોમિયોને મહિલા પોલીસની સી ટીમે રંગે હાથ ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગઈકાલે મહિલા પોલીસને સી ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે દીનદયાલ નગર ગોત્રી ચાર રસ્તા પાસે કેટલાક વ્યક્તિ શાકભાજી તથા ફ્રૂટની લારી પાસે ઉભા હતા. 

લારી ઉપર ખરીદી અર્થે આવતી મહિલા ઉપર ગંદી કોમેન્ટ તેમજ આંખથી ઈશારો કરતા એક શખ્સને મહિલા પોલીસની સી ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. શખ્સ કારણ વગર આંટા ફેરા મારતો હતો અને પ્રથમ દ્રષ્ટિએ જ ટપોરી જણાતો હોય પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. 

પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી કીમિલ સંતોષ વસાવા ( રહે - દીન દયાલ નગર, નવા વુડાના મકાન, ગોત્રી) હોવાનું બહાર આવ્યું હતું.