For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જોટાણામાં કોંગ્રેસ પ્રમુખના ઘરમાં લૂંટારૂઓ ત્રાટક્યા,બંદૂકની અણીએ ત્રણ મહિલાઓને બંધક બનાવી

એલ.સી.બી. એસ.ઓ.જી. દ્વારા અલગ અલગ ટીમો બનાવી નાકાબંધી કરી

Updated: Sep 25th, 2023

જોટાણામાં કોંગ્રેસ પ્રમુખના ઘરમાં લૂંટારૂઓ ત્રાટક્યા,બંદૂકની અણીએ ત્રણ મહિલાઓને બંધક બનાવી

મહેસાણાઃ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઇને અનેક સવાલ ઉભા થતા હોય છે ત્યારે પૂર્વ આઇપીએસ અધિકારીઅને ભિલોડાના ધારાસભ્ય પી સી બંરડાના મકાનમાં તાજેતરમાં લૂંટારૂ ગેંગ દ્વારા રોકડ અને સોનાના દાગીના સહિત કુલ રૂપિયા 9.70 લાખની મત્તાની લૂંટ કરવામાં આવી હતી. જેમાં પૂનમચંદ બરંડાના પત્નીને લૂંટારૂઓએ મોઢા પર ડુચો મારીને પલંગ સાથે બાંધી દીધા હતા. આ સમયે જપાજપીમાં તેમને ઇજાઓ પણ થઇ હતી. ત્યારે હવે મહેસાણાના જોટાણામાં કોંગ્રેસ અગ્રણીના ઘરમાં લૂંટારૂઓ ત્રાટક્યા હતાં.

CCTV બંધ હોવાથી આરોપીઓની ઓળખ કરવી મુશ્કેલ

પ્રાપ્ત વિગતો પ્રમાણે જોટાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખના ઘરે ધોળે દિવસે લૂંટારૂઓએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવતા ચકચાર મચી ગઈ છે. બપોરનાં સુમારે મૃગેશ ચાવડાનાં ઘરે 3 મહિલાઓ એકલી હતી. અચાનક પાંચ જેટલા શખ્શો હથિયારો સાથે ઘરમાં ધુસી જતા મહિલાઓએ બુમાબુમ કરી મુકી હતી.પાડોશીઓએ તાત્કાલીક આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ પહોંચે તે પહેલા લૂંટારૂઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓ નંબર પ્લેટ વગરની કારમાં આવ્યા હતા. મૃગેશ ચાવડાનાં ઘરના CCTV બંધ હોવાથી આરોપીઓની ઓળખ કરવી મુશ્કેલ છે. એલ.સી.બી. એસ.ઓ.જી. દ્વારા અલગ અલગ ટીમો બનાવી નાકાબંધી કરી તમામ માર્ગો પર આવતા જતા વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. 

Gujarat