For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભિલોડાના ધારાસભ્યના ઘરમાં લૂંટ, પત્નીને બંધક બનાવી લૂંટારા દાગીના અને રોકડ લઈ ફરાર થયા

ધારાસભ્યના ઘરમાં લૂંટની ઘટનાથી પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી

લૂંટની ઘટનામાં ડોગ સ્ક્વોડ અને એફએસએલની પણ મદદ લેવામાં આવશે

Updated: Sep 15th, 2023

ભિલોડાના ધારાસભ્યના ઘરમાં લૂંટ, પત્નીને બંધક બનાવી લૂંટારા દાગીના અને રોકડ લઈ ફરાર થયા

ભિલોડાઃ ગુજરાતમાં તાજેતરમાં જ મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રીએ ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી. રાજ્યમાં થતી ગુનાખોરીને કાબુમાં લેવા માટે પોલીસને સૂચનાઓ આપવામાં આવી હતી. પરંતુ ખુદ ધારાસભ્ય જ સલામત ના હોવાનો મામલો સામે આવ્યો છે. ભિલોડામાં ધારાસભ્ય પી.સી. બરંડાના ઘરમાં ઘૂસીને તેમની પત્નીને બંધક બનાવીને લૂંટારા દાગીના અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતાં. આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને લૂંટારાઓને પકડી લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. 

લૂંટારાએ સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભિલોડાના ધારાસભ્ય એસ પી બરંડાના ઘરે લૂંટની ઘટના બની છે. ધારાસભ્ય પી.સી.બરંડાના વાકટીંબા ગામના મકાનમાં તેમની પત્નીને બંધક બનાવીને લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. લૂંટારા સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાને લઈ ધારાસભ્ય પી.સી.બરંડા ગાંધીનગરથી વતન પહોંચ્યા હતા.લૂંટની ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અરવલ્લીના SP સહિતનો પોલીસ કાફલો તપાસમાં જોડાયો છે. જોકે હવે આ લૂંટની ઘટનામાં ડોગ સ્ક્વોડ અને એફએસએલની પણ મદદ લેવામાં આવશે તેવું પોલીસ સુત્રો જણાવી રહ્યાં છે. 

Gujarat