Gujarat

વડોદરામાં પારો 13.6 અંશ ડિગ્રી થતા ઠંડીમાં રાહત : રાત્રે ઠંડી અને દિવસે ગરમી

By GS TEAM
19 Nov 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેરમાં ઠંડીનો પારો બે દિવસ અગાઉ સડસડાટ નીચે ઉતરી જતા સોમવાર સીઝનનો કોલ્ડેસ્ટ ડે રહ્યા બાદ પારો સતત ઉંચે જતા ઠંડીમાં રાહત મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં પારો 13.6 અંશ ડિગ્રી થતા ઠંડીમાં રાહત : રાત્રે ઠંડી અને દિવસે ગરમી

Vadodara Weather Update : વડોદરા શહેરમાં ઠંડીનો પારો બે દિવસ અગાઉ સડસડાટ નીચે ઉતરી જતા સોમવાર સીઝનનો કોલ્ડેસ્ટ ડે રહ્યા બાદ પારો સતત ઉંચે જતા ઠંડીમાં રાહત મળી છે. 

ઉલ્લેખનીય છે કે, 12.4 અંશ ડિગ્રી સેલ્સિયસ ગત સોમવારે રહેતા ચાલુ વર્ષે સીઝનનો કોલ્ડેસ્ટ ડે રહ્યો હતો ત્યારબાદ ગઈકાલે તાપમાનમાં વધારો થઈને 12.6 અંશ ડિગ્રી સેલ્સિયસ રહ્યા બાદ આજે લઘુતમ તાપમાનનો પારો 13.6 અંશ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા શહેરીજનોને ઠંડીમાં રાહત મળી છે. જોકે પવનની ગતિ પ્રતિ કલાક ચાર કિલોમીટરની રહી હતી.