Gujarat

UP-બિહારના મુસાફરોને રાહત: સાબરમતીથી મુઝફ્ફરપુર અને અમદાવાદથી ગોરખપુર માટે 2 વન-વે સ્પેશિયલ ટ્રેન દોડશે

By GS Team
19 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદથી ઉત્તર પ્રદેશ-બિહાર જતા પ્રવાસીઓ માટે પશ્ચિમ રેલવેએ 2 વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. 20 અને 21 નવેમ્બરે સાબરમતીથી મુઝફ્ફરપુર અને અમદાવાદથી ગોરખપુર વચ્ચે આ ટ્રેનો દોડશે. વિશેષ ભાડા પર દોડનારી આ ટ્રેનો હજારો મુસાફરોને કન્ફર્મ ટિકિટ અને સુવિધાજનક મુસાફરી પૂરી પાડશે. બુકિંગ શરૂ થઈ ગયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

UP-બિહારના મુસાફરોને રાહત: સાબરમતીથી મુઝફ્ફરપુર અને અમદાવાદથી ગોરખપુર માટે 2 વન-વે સ્પેશિયલ ટ્રેન દોડશે

Ahmedabad : ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી નિયમિત ટ્રેનોમાં મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી 2 વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. વિશેષ ભાડા પર દોડનારી આ ટ્રેનો 20 અને 21 નવેમ્બર, 2026ના રોજ સાબરમતીથી મુઝફ્ફરપુર અને અમદાવાદથી ગોરખપુર માટે રવાના થશે, જેનાથી હજારો મુસાફરોને કન્ફર્મ ટિકિટ અને મુસાફરીની સુવિધા મળશે.

સાબરમતી–મુઝફ્ફરપુર વન-વે સ્પેશિયલ (ટ્રેન નં. 09453)

આ ટ્રેન 20 નવેમ્બર શુક્રવારના રોજ સાંજે 17:50 વાગ્યે સાબરમતીથી ઉપડશે અને ત્રીજા દિવસે રવિવારે વહેલી સવારે 3:50 વાગ્યે મુઝફ્ફરપુર પહોંચશે. મુસાફરી દરમિયાન આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ આગરા, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, ગોંડા, બસ્તી, ગોરખપુર, દેવરિયા સદર, ભટની, છપરા, સોનપુર અને હાજીપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન માટે ટિકિટનું આરક્ષણ તાત્કાલિક અસરથી તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો (PRS) પર શરૂ કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદ–ગોરખપુર વન-વે સ્પેશિયલ (ટ્રેન નં. 09429)

આ ટ્રેન 21 નવેમ્બર શનિવારના રોજ રાત્રે 1:00 વાગ્યે અમદાવાદથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે રવિવારે સવારે 6:45 વાગ્યે ગોરખપુર પહોંચશે. મુસાફરી દરમિયાન આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ઈદગાહ આગરા, ટુંડલા, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ, ઐશબાગ, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનનું બુકિંગ 20 નવેમ્બર, 2026ના રોજ સવારે 08:00 વાગ્યાથી તમામ પીઆરએસ કાઉન્ટર પર શરૂ થશે.

કેવી રહેશે કોચની વ્યવસ્થા

સામાન્ય વર્ગના મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને બંને સ્પેશિયલ ટ્રેનો (09453 અને 09429) માં સ્લીપર ક્લાસ અને જનરલ (સામાન્ય) શ્રેણીના કોચ લગાવવામાં આવશે.