Rajkot Superstition: રાજકોટમાં અંધશ્રદ્ધાના નામે કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પરિવારે વિહત માતાજીના માંડવામાં 6 બકરાની બલિ ચઢાવી હોવાનું સામે આવ્યું છે. જોકે, જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટના સમયસરના દરોડાથી અન્ય 9 પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસને સાથે રાખીને આ દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે, દરોડા દરમિયાન આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા છે અને પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં SIRની કામગીરી વખતે ખુરશી પર બેસવા બાબતે ભાજપ કાર્યકરે સ્થાનિકને માર્યો

શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે સોલંકી પરિવાર દ્વારા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાનો દીકરો બીમાર હતો તેથી તેના પિતાએ માનતા રાખી હતી અને માંડવામાં 16 પશુની બલિ ચઢાવવાની હતી. જેમાંથી 6 પશુઓની બલિ ચઢાવી દેવાઇ હતી. જોકે, સમયસર જીવરક્ષા ફાઉન્ડેશન અને પોલીસે દરોડો પાડતા અન્ય 9 પશુઓનો જીવ બચી ગયો હતો.
આ પણ વાંચોઃ ચંડોળા બાદ ઈસનપુરમાં ગેરકાયદે દબાણો પર તવાઈ, 20થી વધુ જેસીબી સાથે AMCનો કાફલો તહેનાત

નોંધનીય છે કે, ત્યાં હાજર રહેલી એક મહિલાએ સ્વીકાર્યું હતું કે, "મારા પતિએ બાધા માની હતી, દીકરો બીમાર રહેતો હતો એટલે આ બલિ ચઢાવવામાં આવી હતી. વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે."
આ પણ વાંચોઃ અવધના ઢાળ પર પોલીસની મોબાઈલને ઘેરી લઈ ટોળાંનો બેફામ પથ્થરમારો
પોલીસ કાર્યવાહી
દરોડા દરમિયાન માંડવામાં હાજર તમામ પુરુષો ફરાર થઈ ગયા હતા અને માત્ર મહિલાઓ જ ત્યાં હાજર મળી આવી હતી. માસૂમ પશુઓની બલિ ચઢાવવાની આ ચોંકાવનારી ઘટના અંગે પોલીસે હાલમાં ગુનો દાખલ કરી દીધો છે. ફરાર થઈ ગયેલા આરોપીઓ અને ભૂવાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. આ સિવાય બચાવેલા જીવોને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે.


