અમદાવાદમાં SIRની કામગીરી વખતે ખુરશી પર બેસવા બાબતે ભાજપ કાર્યકરે સ્થાનિકને માર્યો

Ahmedabad News: સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી દરમિયાન અનેક વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં સહજાનંદ કોલેજમાં ભાજપના કાર્યકર્તાએ ફોર્મ ભરવા આવેલા વ્યક્તિ સાથે ખુરશી પર બેસવાની સામાન્ય બાબતમાં તરકાર કરીને માર મારીને કાર ચઢાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે.
ચંદ્રગુપ્ત સોસાયટીમાં રહેતા ભાજપના કાર્યકર્તાએ કરેલા વર્તનને મામલે સ્થાનિક લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને ચૂંટણી લક્ષી કામગીરીમાં ભાજપના કાર્યકરના ક્યા આધારે બીએલઓ પાસે બેસાડવામાં આવ્યો તે પણ મોટો પ્રશ્ન છે. જો કે, હાલ સેટેલાઈટ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે ભાજપના કાર્યકરની મહિલા સામેની ક્રોસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો: ચંડોળા બાદ ઈસનપુરમાં ગેરકાયદે દબાણો પર તવાઈ, 20થી વધુ જેસીબી સાથે AMCનો કાફલો તહેનાત
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, આંબાવાડીમાં આવેલી ચંદ્રગુપ્ત સોસાયટીમાં રહેતા મનીષભાઈ શાહ અને તેમના પત્ની ધારિણીબેન શાહ શનિવારે સવારે સાડા દશ વાગે સહજાનંદ કોલેજના ઈલેક્શન વોર્ડમાં સરની કામગીરી માટે ગયા હતા. જ્યાં બીએલઓ મનોજભાઈ પાસે ફોર્મ ભરવા માટે ઊભા હતા. ત્યારે બીએલઓ મનોજભાઈ પાસે તેમની જ સોસાયટીમાં રહેતા શ્રીરામ મોદી બીએલઓ પાસેની ખુરશી પર બેઠા હતા. જે ઊભા થતા મનીષભાઈ તે ખુરશી પર બેસીને ફોર્મ ભરતા હતા. ત્યારે શ્રીરામ મોદી ત્યાં આવ્યા હતા અને મનીષભાઈને પાછળથી ઝાપટ મારીને કહ્યુ હતુ કે અહીંથી ઉભો થઈ જા. શ્રીરામ મોદીના ગેરવર્તનના કારણે મનીષભાઈના પત્ની ધારિણીબેને બીએલઓ મનોજભાઈને કહ્યું હતું કે આ વ્યક્તિ ખુરશી પર બેસવાના મામલે શા માટે દાદાગીરી કરે છે? મારા પતિ ખાલી બે મિનિટમાં ફોર્મ ભરીને ઊભા થશે. પરંતુ બીએલઓ મનોજભાઈએ કોઈ જવાબ આપ્યો નહોતો. આ સમયે સહજાનંદ કોલેજના પ્રિન્સીપલ અને અન્ય પણ ત્યાં આવ્યો હતો. તેમણે પણ જણાવ્યું હતું કે શ્રીરામ મોદીને સત્તાવાર બીએલઓ પાસે બેસવા માટે ચૂંટણી વિભાગની સુચના નથી મળી.
ત્યારબાદ મામલો બીચકતા ધારિણીબેને પોલીસ કન્ટ્રોલરૂમમાં ફોન કરતા શ્રીરામ મોદીએ ધમકી આપી હતી કે પોલીસ મારૂ કઈ નહીં બગાડી શકે તું પોલીસ સ્ટેશન જઈશ તો ચાર પાંચ દિવસમાં ગાડીથી તમને મરાવી નાખીશ. મારા ભાઈ ભાભી વકીલ છે. તું મારૂ કઈ નહીં બગાડી શકે. જો કે, પોલીસ આવે તે પહેલા શ્રીરામ મોદી નાસી ગયો હતો.
બીજી તરફ સેટેલાઈટ પોલીસે ધારિણીબેનની ફરિયાદ નોંધીને શ્રીરામ મોદી સામે તપાસ શરૂ કરી છે. આ સાથે ધારિણી શાહ વિરૂદ્ધ શ્રીરામ મોદીએ ક્રોસ ફરિયાદ નોંધાવી છ. જેમાં તેમને છેડતીના કેસમાં ફસાવી દેવાનો આક્ષેપ કરાયો છે. શ્રીરામ મોદી ભાજપનો બુથ નંબર 15નો અધ્યક્ષ છે અને સરની કામગીરીમાં મદદ કરવા માટે કોર્પોરેટર વંદના શાહે તેમને મેસેજ કરીને સુચના આપતા તે બીએલઓ પાસે બેઠો હતો. પરંતુ, સરકારી વિભાગની કામગીરી કરતા બીએલઓ પાસે ભાજપનો કાર્યકર મદદના નામે કઈ રીતે બેસી શકે? તે બાબતને લઈને પણ સવાલ ઊભા થયા છે.
ભાજપનો કાર્યકર શ્રીરામ મોદી મતદારોના ફોર્મના ફોટો લેતો હતો
મનીષ શાહ સાથે ભાજપના કાર્યકરે કરેલા ગેરવર્તનને કારણે સ્થાનિક લોકો પણ રોષ જોવા મળ્યો હતો. જેમાં કેટલાંક લોકોએ જણાવ્યું હતું શ્રીરામ મોદી મતદારોની વિગતો મેળવતો હતો અને પક્ષનો પ્રચાર થાય તે રીતે કામ કરતો પાડતો હતો. જે બાબતને લઇને ઉચ્ચ હતો અને મતદારોના ડોક્યુમેન્ટના ફોટો કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

