રાજકોટમાં ફરજ દરમિયાન SRP જવાને આત્મહત્યા કરી, સર્વિસ રાઈફલથી છાતીમાં ગોળી મારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot SRP Jawan news: રાજકોટથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં પોલીસ કમિશનરની કચેરીમાં જ ફરજ બજાવતા એક એસઆરપી જવાને ફરજ પર ખુદને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. SRP જવાનની ઓળખ ગજુભા જિલુભા રાઠોડ તરીકે થઈ છે, જેમની ઉંમર 50 વર્ષ હતી.
આ પણ વાંચોઃ દમણમાં દુઃખદ ઘટના, તળાવમાં નહાવા કૂદેલા 7 કિશોરો ડૂબ્યાં, 3ના મોત, પરિજનો શોકમાં ગરકાવ
ક્યારે બની ઘટના?
મળતી માહિતી મુજબ, આ ઘટના ગુરૂવારે (11 ડિસેમ્બર) રાત્રે બની હતી. ગજુભાએ પોતાની સર્વિસ રાઈફલથી છાતીમાં ગોળી મારી જીવ ટૂંકાવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં જ તેમને તુરંત સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન જ તેમનું મોત નિપજ્યું હતું. નોંધનીય છે કે, SRP જવાને આપઘાત કેમ કર્યો તે વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
આ પણ વાંચોઃ જ્ઞાનના મંદિરે તાળું: અમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સીલ, BU અને ફાયર NOC નહોતી લીધી
ગજુભા કચ્છના રહેવાસી હતા અને તેમને બે દીકરીઓ પણ છે. તે એસઆરપી ગ્રુપ 13C માં ફરજ બજાવતા હતા. રાજકોટની પોલીસ કમિશનર કચેરીમાં તૈનાત થયાને તેમને ચાર મહિના જ થયા હતા. જોકે હવે તેમના આપઘાતનું કારણ જાણવા માટે પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.








