Get The App

રાજકોટમાં ગેરકાયદે રહેતા 7 આફ્રિકન વિદ્યાર્થી ઝડપાયા, તંત્રએ શરૂ કરી ડિપોર્ટેશનની તૈયારી

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટમાં ગેરકાયદે રહેતા 7 આફ્રિકન વિદ્યાર્થી ઝડપાયા, તંત્રએ શરૂ કરી ડિપોર્ટેશનની તૈયારી 1 - image


Rajkot News: રાજકોટની મારવાડી સહિતની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં આફ્રિકા ખંડના દેશોના અમુક વિદ્યાર્થીઓ ગેરકાયદે અને અનૈતિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાના આક્ષેપ બાદ ગઈકાલથી ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમોએ 250 જેટલા આફ્રિકાના વિદ્યાર્થીઓના પાસપોર્ટ અને વીઝા ચેક કર્યા હતા. જેમાંથી આફ્રિકાની 5 યુવતી અને 2 યુવાનો ગેરકાયદે રીતે રહેતાં હોવાનું ખુલતાં આ તમામને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. 

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં થયો ખુલાસો

મંગળવારે (26 ઓગસ્ટ) એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ કરેલી તપાસમાં આફ્રિકા ખંડના દેશોની ચાર યુવતી અને એક યુવાન વિઝાની મુદત પુરી થઈ ગઈ હોવા છતાં રહેતાં હોવાનું ખુલ્યું હતું. બુધવારે થયેલી તપાસમાં આફ્રિકા ખંડના દેશોની વધુ એક યુવતી અને એક યુવાન ગેરકાયદે રહેતા હોવાનું ખુલ્યું હતું. આ રીતે આ સાતેયને એસઓજીની ટીમોએ ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવાયા છે. ટૂંક સમયમાં આ સાતેયને ડિપોર્ટ કરાશે.

આ પણ વાંચોઃ અરવલ્લી: લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓને અકસ્માત નડ્યો, બેનાં મોત

પાંચ વિદેશી વિદ્યાર્થીઓ ગેરકાયદે રહેતા હતા

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મંગળવારની તપાસમાં સામે આવ્યું કે, ચારેય યુવતી યુગાન્ડાની છે, જ્યારે યુવક સાઉથ સુદાનનો છે. આજે મળેલી યુવતી તાન્ઝાનીયા અને યુવક કેન્યાનો છે. બંને યુવકો મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા હતા. સ્ટુડન્ટ વીઝા ઉપર આવ્યા હતા. કોલેજમાંથી બંનેને સસ્પેન્ડ કરી દેવાયા હતા. બંનેના વિઝા પણ પૂરા થઈ ગયા હતા. આમ છતાં છેલ્લા છ કરતાં વધુ મહિનાથી તેઓ અહીં ગેરકાયદે રીતે રહેતા હતા. જયારે પાંચેય યુવતીઓ બિઝનેસ વિઝા ઉપર આવી હતી. તેમના વીઝાની મુદત પણ છએક માસ પહેલા જ પુરી થઈ ગઈ હતી. પાંચેય યુવતીઓ શુઝ-કપડા અને પર્સ વેચતી હોવાનું કહી રહી છે.

આ પણ વાંચોઃ રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસ: પોલીસના નાક નીચેથી દુબઈ ભાગ્યા અનિરૂદ્ધસિંહ અને રાજદીપ?

એસઓજીના સૂત્રોએ પાસેથી મળતી માહિતી મુજબ, હજુ પણ બીજા વિદેશી વિદ્યાર્થીઓ ગેરકાયદે એટલે કે ઓવરસ્ટે કરી રહેતા હોવાની શકયતા છે. જે અંગે હાલ તપાસ ચાલી રહી છે. આ પ્રકારની ડ્રાઇવ હવે છાશવારે યોજવામાં આવશે. મંગળવારે પોલીસે દર્શન યુનિવર્સિટીમાં પણ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાની જાહેરાત કરી હતી પરંતુ આ યુનિવર્સિટીએ પોતાને ત્યાં એક પણ વિદેશી વિદ્યાર્થી નહીં હોવાનું જણાવ્યું છે.


Tags :