રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત, 5થી વધુ વાહનોની ટક્કર, વાવ-થરાદના 3 યુવકના મોત

Rajasthan Road Accident: રાજસ્થાનના ઉદયપુર નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પાંચથી વધુ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ દુર્ઘટનામાં વાવ- થરાદ જિલ્લાના ત્રણ યુવકોના કરુણ મોત નિપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ગમખ્વાર ઘટનાને પગલે વાવ-થરાદ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અકસ્માતની ઘટના અને કાર્યવાહી
મળતી માહિતી મુજબ, ભાભર તાલુકાના ચાર વ્યક્તિઓ રાજસ્થાનના પ્રવાસે નીકળ્યા હતા. ઉદયપુર નજીક સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં તેમાંથી ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે ચોથી વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વાહનો વચ્ચેની ટક્કરને કારણે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ત્રણેય મૃતકોના મૃતદેહને તેમના વતન વાવ અને થરાદ ખાતે લાવવામાં આવશે.
આ પણ વાંચો: આણંદમાં ગોઝારો અકસ્માત, પીકઅપ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ભડકી આગ, 2 લોકોના મોત
મૃતક યુવકોના નામ
•ઠાકોર અરવિંદજી વાલાજી મેરા
•ઠાકોર વિક્રમજી બળવંતજી અબાસણા
•ઠાકોર પ્રકાશજી રમેશજી ભીમ બોરડી

