Get The App

ગુજરાતમાં મેઘરાજાનું જોર ઘટ્યું, 24 કલાકમાં જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં મેઘરાજાનું જોર ઘટ્યું, 24 કલાકમાં જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ 1 - image


Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ બાદ છેલ્લાં એક અઠવાડિયાથી ગુજરાતમાં નહિવત વરસાદ જોવા મળ્યો છે. છેલ્લાં અઠવાડિયાથી વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ, સોમવારે (4 ઓગસ્ટ) કેટલાંક જિલ્લામાં છૂટોછવાયો ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, સોમવારે (4 ઓગસ્ટ) 14 તાલુકામાં છૂટોછવાયો ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. 

24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ? 

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, સોમવારે પોરબંરમાં 0.35 ઇંચ, વડોદરાના વાઘોડિયામાં 0.2 ઈંચ, પોરબંદરના રાણાવાવમાં 0.16 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

આ પણ વાંચોઃ છ મહિના માટે બંધ YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ, જાણો વૈકલ્પિક રૂટ

ગુજરાતમાં મેઘરાજાનું જોર ઘટ્યું, 24 કલાકમાં જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ 2 - image

સૈરાષ્ટ્રમાં કેવી સ્થિતિ? 

આ સિવાય, બનાસકાંઠાના દાંતા, જામનગરના જામજોધપુર, જૂનાગઢના વંથાલી, કેશોદ, અરવલ્લીના મોડાસા, બાયડ અને મહીસાગરના ખાનપુરમાં 0.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય જૂનાગઢ અને વલસાડમાં 0.4 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં વિરોધ પક્ષ 'બકરી બેં', ભાજપના જ ધારાસભ્યો અને સાંસદનો સરકાર વિરુદ્ધ લેટરવૉર

6 દિવસ હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 5 થી 8 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ જિલ્લાના અમુક સ્થળોએ અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસશે. 

જ્યારે 9-10 ઓગસ્ટના રોજ કચ્છના છૂટાછવાયા સ્થળોએ અને અન્ય 32 જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

Tags :