Get The App

11 ઓગસ્ટથી છ મહિના માટે બંધ YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ, 2 km ફરવું પડશે, જાણો વૈકલ્પિક રૂટ

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
11 ઓગસ્ટથી છ મહિના માટે બંધ YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ, 2 km ફરવું પડશે, જાણો વૈકલ્પિક રૂટ 1 - image


YMCA to Karnavati Club Road Close for 6 Months: એસજી હાઈવે પર ચાલી રહેલી ફ્લાયઓવરની કામગીરીને કારણે વાયએમસીએ ક્લબ ચાર રસ્તાથી કર્ણાવતી ક્લબ તરફ જતો રોડ 11 ઓગસ્ટથી 6 મહિના માટે તમામ પ્રકારનાં વાહનો માટે બંધ રખાશે. 1.2 કિલોમીટર લાંબા રોડને બંધ કરી ફ્લાયઓવર માટેના રેમ્પ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેથી વાહનચાલકોએ વાયએમસીએથી કર્ણાવતી ક્લબ સુધી જવા માટે 2 કિલોમીટર ફરીને જવું પડશે.

કયો રસ્તો રહેશે બંધ?

સરખેજથી કર્ણાવતી ક્લબ જનારા વાહનચાલકોને વાયએમસીએ ક્લબ તરફથી ડાબી બાજુ વળાંક લઈને પહેલા ભગવાન સર્કલ અને ત્યાંથી જમણી બાજુ વળીને ઝવેરી સર્કલ (ચકરી સર્કલ) જવાનું રહેશે. ત્યાર બાદ ફરી જમણી બાજુ વળીને કર્ણાવતી ક્લબ જઈને એસજી હાઈવે તરફ જવાનું રહેશે. સમગ્ર રસ્તા પર ટ્રાફિકનું મેનેજમેન્ટ કરવા માટે ટ્રાફિક પોલીસના અધિકારીઓએ સરવે કામગીરી કરી છે અને આ પ્રમાણે ટ્રાફિકના જવાનો ઊભા રાખવામાં આવશે. ટ્રાફિક જામ ન થાય તેના માટે બ્રિજની કામગીરી કરતી કંપની પણ ટ્રાફિક મેનેજમેન્ટમાં જોડાશે. જો કે, ઈસ્કોનથી સરખેજ તરફ જવાનો માટેનો રોડ ચાલુ રાખવામાં આવ્યો છે. વાયએમસીએથી કર્ણાવતી ક્લબ તરફનો રોડ 1.2 કિમી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વિરોધ પક્ષ 'બકરી બેં', ભાજપના જ ધારાસભ્યો અને સાંસદનો સરકાર વિરુદ્ધ લેટરવૉર

વાહનચાલકો માટે વૈકલ્પિક રોડ

સરખેજ, સાણંદ તરફથી આવતાં વાહનચાલકોએ વાયએમસીએ ચાર રસ્તાથી ડાબે વળી ભગવાન સર્કલ અને ત્યાંથી જમણે વળી ઝવેરી સર્કલ (ચકરી સર્કલ) જવાનું રહેશે. ત્યારબાદ ફરી જમણી બાજુએ વળી કર્ણાવતી ક્લબ થઈ એસજી હાઈવે પર નીકળવાનું રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 10 વર્ષમાં બટાટાનું ઉત્પાદન 12 લાખ મેટ્રિક ટન વધ્યું પણ ખેડૂતો ઠેરના ઠેર, કંપનીઓના કારણે નથી મળતો ભાવ

પ્રહલાદનગરથી કર્ણાવતી ક્લબ જવા વાહનચાલકને બે વૈકલ્પિક રોડ મળશે

પ્રહલાદનગરથી કર્ણાવતી જંક્શન જવા બે વૈકલ્પિક રૂટ મળશે. પહેલો પ્રહલાદનગરથી ડાબે વળી વાયએમસીએ અને ત્યાંથી બાજુમાં દર્શાવેલો અંદરનો રોડ લઈ કર્ણાવતી ક્લબ જઈ શકાશે. બીજા વિકલ્પમાં પ્રહલાદનગર ચાર રસ્તાથી જમણી બાજુ વળાંક લઈ સર્વિસ રોડ પર કર્ણાવતી જંક્શન સુધી જવાનું રહેશે.

Tags :