દિવાળી અને નવા વર્ષે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં વરસાદની આગાહી, તહેવાર ટાણે ખેડૂતો ચિંતામાં

Rain In Gujarat : દિવાળી અને નવા વર્ષના તહેવારમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 19 ઑક્ટોબરથી 23 ઑક્ટોબર સુધી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.
દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ આગાહી છે. વરસાદી શક્યતાને લઈને ખેડૂતોના ડાંગર સહિતના પાકને નુકસાની થવાની ભીતી સેવાઈ રહી છે, ત્યારે તહેવાર ટાણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
આ પણ વાંચો: ST વિભાગના 36 હજાર કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશખબર, રાજ્ય સરકારની મોટી જાહેરાત