ST વિભાગના 36 હજાર કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશખબર, રાજ્ય સરકારની મોટી જાહેરાત

GSRTC employees : દિવાળીને તહેવાર પર ગુજરાત સરકારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC)ના કર્મચારીને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં ST નિગમના 36,000થી વધુ કર્મચારીને હવે ₹10,000 'તહેવાર પેશગી ઍડ્વાન્સ' તરીકે આપવામાં આવશે.
ગુજરાતના નવા મંત્રીમંડળમાં હર્ષ સંઘવીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે. નાયબ મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. જેમાં સરકારે દિવાળી પહેલા GSRTCના ફિક્સ પગારના કર્મચારીઓને બદલે તમામ કર્મચારીઓને 'તહેવાર પેશગી ઍડ્વાન્સ'ની રકમ અપાશે.
જેમાં નિગમના તમામ કર્મચારીઓને હવે 10,000 રૂપિયા 'તહેવાર પેશગી ઍડ્વાન્સ' તરીકે આપવામાં આવશે. અગાઉ માત્ર ફિક્સ પગારના કર્મચારીઓને રૂ.5,000 સુધી આ પેશગી મળતી હતી. આ ઉપરાંત, આગામી 26મીથી 30 ઑક્ટોબર દરમિયાન સ્વચ્છતા અને જળ બચાવો ઝુંબેશ અંતર્ગત રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ તેમજ તમામ એસ.ટી બસ સ્ટેશનમાં ખાસ ડ્રાઇવ યોજવાનો નિર્ણય લેવાયો છે. આ ડ્રાઇવમાં લીકેજ નળની મરામતની કામગીરી શરુ કરાશે.