આગામી 5 દિવસ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં થશે મેઘમહેર: આજે 28 જિલ્લામાં ઍલર્ટ
Rain Forecast for Gujarat : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં 6.6 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 20 ડેમ સંપૂર્ણ ભરાયા છે. જેમાં 29 ડેમને હાઈ ઍલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ, રાજ્યભરમાં વરસાદની સ્થિતિને લઈને આજે (6 જુલાઈ) 259 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે રાજ્યના 28 તાલુકામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
5 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે સોમવારે (7 જુલાઈ) નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચો: ગુજરાતના 20 ડેમ સંપૂર્ણ ભરાયા, 29 ડેમ હાઈ ઍલર્ટ પર, જાણો રાજ્યના ડેમની સ્થિતિ
8-9 જુલાઈની આગાહી
આગામી 8-9 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર દેખાશે. જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં અવિરત વરસાદ, ગુજરાતના 204 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ભિલોડામાં 6.6 ઈંચ
10-11 જુલાઈની આગાહી
10-11 જુલાઈના રોજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 10 થી વધુ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.