ગુજરાતના 20 ડેમ સંપૂર્ણ ભરાયા, 29 ડેમ હાઈ ઍલર્ટ પર, જાણો રાજ્યના ડેમની સ્થિતિ
Gujarat's Dams Updates : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે રવિવારે (6 જુલાઈ) ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં 6.6 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 206 ડેમમાંથી 20 ડેમ સંપૂર્ણ ભરાયા છે અને 29 ડેમને હાઈ ઍલર્ટ આપવામાં આવ્યું છે.
20 ડેમ છલકાયા, 29 ડેમને હાઈ ઍલર્ટ
હવામાન વિભાગ મુજબ, આજે 06 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધીના રિપોર્ટ પ્રમાણે, રાજ્યના 20 ડેમ 100 ટકા ભરાયા છે, જ્યારે 43 ડેમ 70-100 ટકા, 49 ડેમ 50-70 ટકા, 46 ડેમ 25-50 ટકા અને 48 ડેમ 25 ટકાથી નીચેના સ્તરે ભરાયેલા છે. જેમાં 29 ડેમને હાઈ ઍલર્ટ, 17 ડેમને ઍલર્ટ અને 17 ડેમને લઈને વોર્નિંગ આપવામાં આવી છે.
જાણો રાજ્યના ડેમની સ્થિતિ