Gujarat

કતાર એરવેઝની દોહા-હોંગકોંગ ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ

By GS TEAM
14 Oct 20251 min read
TukuTouch Logo
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે બપોરે એક મોટી ઘટના બની હતી. જેમાં કતાર એરવેઝની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા આ પગલું લેવામાં આવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

કતાર એરવેઝની દોહા-હોંગકોંગ ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ

Ahmedabad Airport: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર આજે બપોરે એક મોટી ઘટના બની હતી. જેમાં કતાર એરવેઝની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં આ પગલું લેવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ સુરતમાં દિવાળી પહેલા ફૂડ વિભાગના દરોડા દરમિયાન મીઠાઈ પર વંદો ફરતા હોવાનો વિડીયો વાયરલ

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, કતાર એરવેઝની આ ફ્લાઇટ દોહાથી હોંગકોંગ જઈ રહી હતી. વિમાનના ઉડાન દરમિયાન તેમાં ટેક્નિકલ ખામી સર્જાતાં પાયલટે તાત્કાલિક અમદાવાદ ઍરપોર્ટ ઑથોરિટીનો સંપર્ક કર્યો હતો. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને બપોરે 2:30 વાગ્યે ફ્લાઇટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ 23 વર્ષ બાદ હત્યારો ઝડપાયો! મોરબીમાં ગુનો કરી મથુરામાં બની ગયો હતો 'સાધુ'

કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઍરપોર્ટ ઑથોરિટી દ્વારા તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે ચાંદખેડા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ ઉચ્ચ અધિકારીઓ સાથે ઍરપોર્ટ પર સ્ટેન્ડ બાય મોકલી દેવાઈ હતી.