23 વર્ષ બાદ હત્યારો ઝડપાયો! મોરબીમાં ગુનો કરી મથુરામાં બની ગયો હતો 'સાધુ'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Morbi Crime: મોરબી પોલીસને 23 વર્ષ પહેલાં થયેલા એક સનસનાટીભર્યા હત્યા અને લૂંટના કેસમાં મોટી સફળતા મળી છે. વર્ષ 2002માં એક વૃદ્ધાની હત્યા કરીને ફરાર થયેલો મુખ્ય આરોપી છેલ્લા બે દાયકાથી ઉત્તર પ્રદેશના મથુરા સાધુના વેશમાં જીવન ગુજારી રહ્યો હતો, જેને મોરબી એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ પ્રેમસીગ ઉર્ફે ગુફુ સરમન બઘેલ છે, જેણે પોતાના ગુનાઈત ઈતિહાસને ઢાંકવા ભગવા વસ્ત્રો ધારણ કરીને ધર્મગુરૂનું રૂપ લઈ લીધું હતું.
આ પણ વાંચોઃ ગુજરાતમાં દિવાળી પર ગુજરાતમાં વરસાદની આગાહી!, 23 ઓક્ટોબરથી ઠંડીનો ચમકારો અનુભવાશે
શું હતો કેસ?
આ કેસ 7 મે, 2002ના દિવસે મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં બન્યો હતો. આરોપી પ્રેમસીગ ઉર્ફે ગુફુએ તેના સાથીદાર સોનલ ઉર્ફે ધર્માવતી પરમાર સાથે મળીને વૃદ્ધા ચંપાબહેનને ગળેટૂંપો દઈને નિર્મમ હત્યા કરી હતી અને ત્યાર બાદ તેમના ઘરેણાંની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયો હતો. આ સંદર્ભે તે સમયે મોરબી પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો. 23 વર્ષ સુધી આરોપી પોલીસને હાથતાળી આપીને ઉત્તર ભારતમાં વેશ બદલીને છુપાયેલો હતો.
મથુરાના હનુમાન મંદિરમાં કરતો હતો પૂજા
મોરબી એલસીબી અને સિટી એ ડિવિઝનની ટીમે બાતમીના આધારે વોન્ટેડ આરોપી પ્રેમસીગ ઉર્ફે ગુફુ સરમન બઘેલ મથુરાના તરોલી જાનુબી ગામની સીમમાં આવેલા એક હનુમાન મંદિરમાં સાધુ બનીને પૂજા કરી રહ્યો છે. મોરબી પોલીસે તાત્કાલિક મથુરા જઈને ઓપરેશન પાર પાડ્યું હતું અને સાધુના વેશમાં રહેલા આ આરોપીને દબોચી લીધો હતો. મોરબી પોલીસે 'સાધુ' બનેલા આરોપી પ્રેમસીગ ઉર્ફે ગુરુ સરવનની ધરપકડ કરીને તેને કાયદાકીય પ્રક્રિયા માટે મોરબી લાવી છે. 23 વર્ષ બાદ આ કેસનો ભેદ ઉકેલાયો છે, જે પોલીસની સતર્કતા અને લાંબી તપાસનું પરિણામ છે.









