Gujarat

શંકા વહેમ રાખી પતિએ મોબાઇલ પડાવી માર મારી પત્નીને કાઢી મૂકી

By GS TEAM
28 Nov 20251 min read
શંકા વહેમ રાખી પતિએ મોબાઇલ પડાવી માર મારી પત્નીને કાઢી મૂકી

અમદાવાદ,શુક્રવાર

દહેજના દૂષણના કારણે વટવામાં લગ્નના એક વર્ષમાં મહિલાનો સંસાર પડી ભાંગ્યો હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં લગ્નના દસ દિવસ પછી જ દહેજની માંગણી કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા. એટલું  જ નહી શંકા વહેમ રાખીને પતિએ મોબાઇલ પડાવી લીધો હતો  અને માર મારીને કાઢી મૂકી હતી. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે પતિ સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લગ્નના દસ દિવસમાં જ માનસિક શારિરીક ત્રાસ ઃ છ મહિના પહેલા  પહેરે કપડે તગેડી મૂકી ઃ વટવા જીઆઇડીસી પોલીસે સાસરિયા સામે ગુનો નોંધ્યો

વટવા જીઆઇડીસી વિસ્તારમાં રહેતી  મહિલાએ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં વસ્ત્રાલ ખાતે રહેતા પતિ તથા પરિવારના બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગયા વર્ષે મહિલાના સમાજના રિતિ રિવાજ મુજબ લગ્ન થયા હતા. જો કે લગ્નના દસ દિવસમાં ઘરકામ બાબતે તકરાર કરીને દહેજની માંગણી કરીને માનસિક તેમજ શારિરીક  ત્રાસ આપતા હતા. ફરિયાદી મહિલા ઉપર શંકા વહેમ રાખીને પતિએ મોબાઇલ પડાવી લીધો હતો  અને માર મારીને કાઢી મૂકી હતી. ત્યારબાદ છુટાછેડા માટે દબાણ કરીને હેરાન પરેશાન કરતા હતા.