Gujarat

મોટાભાઇએ નાનાભાઇને ચાકુના ઘા મારતા સારવાર હેઠળ

By GS TEAM
6 Dec 20251 min read
મોટાભાઇએ નાનાભાઇને ચાકુના ઘા મારતા સારવાર હેઠળ

અમદાવાદ, શનિવાર

નારોલમાં વતનમાં આવેલી જમીનમાં ભાગ બાબતે મોટાભાઇએ નાનાભાઇ ઉપર ચાકુથી હુમલો કરતાં લોહી લુહાણ હાલતમાં સારવાર માટે દાખલ કરાયો હતો. નાનોભાઇ ઘર નજીક કીટલી પર ચા પીતો હતો તે સમયે મોટોભાઇએે જમીનમાં ભાગ  માગ્યો હતો  જો કે નાનાભાઇએ જમીનમાં ભાગ પાડયા ન હોવાથી માતા પાસે જઇને માંગવાનું કહેતા હુમલો કર્યો હતો. આ બનાવ અંગે નારોલ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાગ પડેલા નથી માતા પાસે ભાગ લેવા જવાનું કહેતા ભાઇ ઉપર હુમલો કરીને લોહી લુહાણ કર્યો

નારોલમાં રહેતા રહેતા અને એકલાયુ જીવન જીવતા મોહમ્મદ અંસારીએ નારોલ પોલીસ સ્ટેશનમાં બાપુનગરમાં રહેતા મોટાભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતાજી ૨૦ વર્ષ પહેલા મરણ પામ્યા હતા. તેમની જમીન વતન ઉત્તરપ્રદેશમાં આવેલી છે જેની દેખભાળ તેમની માતા રાખી રહી છે.

 ગઇકાલે આધેડ ઘર પાસે ચાની કીટલીએ ચા પીવા ગયા હતા ત્યારે મોટોભાઇ ત્યાં આવ્યો હતો અને ફરિયાદીને મને જમીનનો ભાગ આપ કહ્યું હતું, જેથી આધેડે જમીનના ભાગ પાડયા ન હોવાથી માતા પાસે જઇને માંગ કહેતા મોટાભાઇએ ઉશ્કેરાઇને ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યો હતો. બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા આરોપી નાસી ગયો હતો. આધેડ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.