Get The App

નિકોલમાંથી 84 હજારના ડ્રગ્સ સાથે રાજસ્થાના બિષ્નોઇ બંધુ ઝડપાયા

યુવાધનને નશાના રવાડે ચઢાવી બરબાદ કરવા માટે વ્યવસ્થિત ષડયંત્ર

સિનિયર સિટીઝન ગાર્ડન પાસે ડ્રગ્સ વેચવા આવતા હતા

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
નિકોલમાંથી 84 હજારના ડ્રગ્સ સાથે રાજસ્થાના બિષ્નોઇ બંધુ ઝડપાયા 1 - image

અમદાવાદ,મંગળવાર

 પૂર્વ વિસ્તારમાં યુવાધનને નશાના રવાડે ચઢાવીને બરબાદ કરવાનું કારસ્તાન છેલ્લા કેટલાય સમયથી વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. કૃષ્ણનગર પોલીસે ચોક્કસ બાતમી આધારે નિકોલ સિનિયર સિટિઝન ગાર્ડન પાસે છટકું ગોઠવ્યું હતું અને રાજસ્થાનના બિષ્નોઇ બંધુઓને રૃા. ૮૪ હજારના ૨૮ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડયા હતા.  પોલીસ તપાસમાં આરોપીઓ જોધપુર-જેસલમેરના એક ઢાબા પરથી લાવ્યા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે કુલ રૃા.૧.૨૪ લાખનો મુદ્દામાલ કબજે વધુ તપાસ હાથ ધરી છે.

જોધરપુર-જેસલમેરથી ડ્રગ્સ લાવીને પડીકીઓ બનાવી મધરાતે નિકોલમાં આવીને વેચતા હતા ઃ કૃષ્ણનગર પોલીસે ફિલ્મીઢબે છટકું ગોઠવી પકડયા

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ, ડી.આર.પુવારે રાજસ્થાનના રામપાલ  બિષ્નોઇ તથા મહેન્દ્ર બિષ્નોઇ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની ટીમને બાતમી મળી હતી કે આરોપીઓ બાઇક ઉપર ડ્રગ્સ વેચવા માટે આવવાના છે. જે માહિતીના આધારે પોલીસે રાતના સમયે વોચ ગોઠવી હતી. પોલીસ ટીમ નરોડા-નિકોલ રોડ સિનિયર સીટીઝન ગાર્ડન પાસેે બે શંકાસ્પદ હાલતમાં બે યુવકો ઉભેલા હતા પોલીસે કોર્ડન કરીને ઝડપી લીધા હતા. 

બન્ને આરોપીઓ હાલ દસક્રોઈના બાકરોલ ગામમાં એક ફનચરની દુકાનમાં રહે છે.પોલીસે રામપાલની ઝડતી લેતા તેની પાસેથી પારદર્શક ઝીપલોક બેગ મળી હતી જેમાં આછા બદામી રંગનો પાવડર હતો. આ પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાની તેઓએ કબુલાત કરી હતી. પોલીસે વજન કરતા ૨૮ ગ્રામ ડ્રગ્સ હતું. જેની બજાર કિંમત રૃા. ૮૪,૦૦૦ થાય છે પોલીસે મોબાઇલ અને બાઇક સહિત રૃા. ૧.૨૪ લાખનો મુદ્દામાલ પોલીસ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.