PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર, ટૂંક સમયમાં આવશે શારીરિક કસોટીનું રિઝલ્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat PSI Recruitment Update: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પીએસઆઈ કેડરના ઉમેદવારો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. બોર્ડના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આપવામાં આવેલી માહિતી અનુસાર, પીએસઆઈ કેડરની શારીરિક કસોટીનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ સાથે જ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થનારા ઉમેદવારો માટે લેખિત પરીક્ષાનું આયોજન એપ્રિલ-2026ના ત્રીજા સપ્તાહમાં થવાની સંભાવના છે.
તૈયારી માટે ઉમેદવારો પાસે બે મહિનાનો સમય
શારીરિક કસોટીમાં પાસ થનારા ઉમેદવારો હવે લેખિત પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં પરિણામ જાહેર થયા બાદ, ઉમેદવારો પાસે મુખ્ય લેખિત પરીક્ષા માટે અંદાજે બે મહિના જેટલો સમય મળશે. ભરતી બોર્ડે તમામ ઉમેદવારોને આ સંભવિત સમયગાળાને ધ્યાને રાખીને પોતાની તૈયારીઓ તેજ કરવા સૂચના આપી છે.
ચૂંટણી અને અન્ય પરીક્ષાઓ વચ્ચે આયોજન
એપ્રિલ મહિનામાં સામાન્ય રીતે અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થતું હોય છે, ત્યારે પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ લેખિત પરીક્ષા માટે એપ્રિલનું ત્રીજું સપ્તાહ પસંદ કરવામાં આવ્યું છે. જો કે, આ તારીખ હાલમાં 'સંભવિત' છે, જેનો અર્થ છે કે પરિસ્થિતિ મુજબ તેમાં નજીવો ફેરફાર થઈ શકે છે, પરંતુ ઉમેદવારોએ આ સમયને જ ફાઈનલ માનીને તૈયારી શરૂ કરી દેવી હિતાવહ છે.








