સુરતમાં રૃા.4.96 કરોડના ખર્ચે પાંચ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન માટે દરખાસ્ત

સ્માર્ટ સિટી અંતર્ગત બે મોનીટરીંગ સ્ટેશન છે પૈકી એક બંધ છે છતા વર્ષમાં 15 ટકા પ્રદૂષણ ઘટાડવાના લક્ષ્યાંક સામે 12 ટકા ઘટયું !
સુરત,
સુરતને સ્વચ્છતામાં
દેશમાં બીજો ક્રમ મળ્યા બાદ હવે સુરતને દેશની
ધ ક્લીનેસ્ટ સીટી બનાવવા માટેનો પ્રયાસ શરૃ થયો છે. સુરતમાં પ્રદુષણની માત્ર જાણવા માટે સુરત મ્યુનિ.ના તમામ
ઝોનમાં એક એક એર ક્વોલીટી ઈન્ડેક્સ મોનીટરીંગ માટે મશીન મુકવા નિર્ણય કરાયો છે. સુરતમાં એક વર્ષમાં 15 ટકા પ્રદુષણ ઘટાડવા માટેનો લક્ષ્યાંક હતો તે પૈકી પ્રદુષણમાં
12 ટકાનો ઘટાડો થયો છે. આગામી દિવસોમાં વિવિધ
પગલાં ભરીને સુરતમાં વધુ શુધ્ધ હવા મળે તે માટે પાલિકા તંત્ર દ્વારા પ્રયાસ કરાશે.
સુરતમાં હવાની ગુણવત્તા સુધારવા માટે કામગીરી કરવામા આવી છે તેમાં નેશનલ ક્લીન એર એક્શન પ્લાન હેઠળ સુરત ક્લીન એક્શન પ્લાન તૈયાર કરનાર સુરત ગુજરાતનું પ્રથમ શહેર બન્યું છે. સુરત શહેરમાં વર્ષમાં ૧૫ ટકા પ્રદુષણ ઘટાડવાનો ટાર્ગેટ હતો તેમાઁથી 12 ટકા પ્રદુષણમાં ઘટાડો થયો છે. તેમાં ઓર ઘટાડો કરવા પ્રયાસ થઇ રહ્યા છે.
સુરતીઓને સ્વચ્છ હવા પુરી પાડવા માટે ત્રણ વર્ષથી કામગીરી કરવામા ંઆવે છે જેમાં સુરતમાં સેન્સર આધારિત એર મોનીટરીંગ સ્ટેશન સ્થાપિત કરીને હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે કામ શરૃ કરાયા છે. સ્માર્ટ સીટી અંતર્ગત સુરતમાં હાલમાં એર ક્વોલીટી ઈન્ડેક્સ મોનીટરીંગ મશીન છે અને આગામી દિવસોમાં સુરતમાં નવા પાંચ એર ક્વોલીટી મોનીટરીંગ સ્ટેશન ઉભા કરવા માટે આયોજન થઈ રહ્યું છે.
આ માટે મ્યુનિ.ની સ્થાયી સમિતિમાં એક દરખાસ્ત રજુ કરવામા ંઆવી છે. રૃા.93.91 લાખના ખર્ચે એક એર ક્વોલીટીમોનીટરીંગ સિસ્ટમ બનાવવા તથાં પાંચ વર્ષ માટે ઓપરેશન એન્ડ મોનીટરીંગ કરવા માટેની ઓફર આવી છે. સ્થાયી સમિતિની બેઠકમાં આ દરખાસ્ત પર નિર્ણય કરવામાં આવશે.




