ગુજરાતની વિવિધ APMC પર ભાજપના મળતિયાઓનો કબજો, ગોડાઉનનો મફત ઉપયોગ અને ખેડૂતોને ઠેંગો

Gujarat APMC: ગુજરાતમાં મોટાભાગની એપીએમસી પર ભાજપનો રાજકીય કબ્જો રહ્યો છે પણ ખેડૂતોને બદલે મળતિયાઓ ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં છે. સહકારી સંસ્થાઓના ખર્ચે બનેલા ખેડૂતો માટેના ગોડાઉનનો ભાજપના મળતિયા મફતમાં વાપરી રહ્યા છે. જોકે, ખેડૂતોને ગોડાઉનની સવલત મળતી નથી પરિણામે પાક ઉત્પાદન લઈ ખેડૂતોને વાહનમાં રાતવાસો કરવો પડે છે.
આ પણ વાંચોઃ અમદાવાદ ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન
224 એપીએમસીમાંથી મોટાભાગમાં ગ્રેડર જ નથી!
ખેડૂતોને વિવિધ સેવાઓ આપવાની જવાબદારી એપીએમસીની છે. જેમ કે, ખેડૂતો ખેત ઉત્પાદનનું ગ્રેડીંગ કરાવે અને સારા ભાવ મેળવી શકે. ખેડૂતોને મદદ કરવા માટે એપીએમસીએ ફરજિયાત ગ્રેડર રાખવાના હોય છે. આમ છતાંય ગુજરાતમાં 224 એપીએમસી પૈકી મોટાભાગની એપીએમસીમાં ભાગ્યે જ ગ્રેડર જોવા મળે તેમ છે.
આ પણ વાંચોઃ એલ.જી.હોસ્પિટલ પાસે આવેલા ઝઘડા બ્રિજ ઉપર રેલીંગનો ભાગ તોડી વાહન ચાલક ફરાર
ખેડૂતોને હાલાકી
એપીએમસીમાં ડિજિટલ બોર્ડ ઉપર સતત માહિતી અપગ્રેડ કરવાની હોય છે જેમ કે, કેટલો ભાવ છે, કેટલો માલ છે, કેટલા માલની હરાજી થઈ, કયા ભાવે હરાજી થઈ, આ બધી માહિતીથી ખેડૂતો વાકેફ થાય. પણ એકેય એપીએમસીમાં ડિજિટલ બોર્ડ પર માહિતી જ દર્શાવાતી નથી. ખેડૂતોના પાક ઉત્પાદનને સાચવવા માટે સ્ટોરેજ આપવાની એપીએમસીની જવાબદારી છે. પણ અમુકને બાદ કરતાં મોટાભાગની એપીએમસીમાં વેપારી-મળતિયા અને દલાલોએ જ સ્ટોરેજ પર કબ્જો કરી લીધો છે. ખેડૂતોને સ્ટોરેજની સુવિધા જ મળતી નથી. જો પાક ઉત્પાદન લઈને એપીએમસી આવે અને કમોસમી વરસાદ પડે તો માલ ક્યાં મૂકવો એ પ્રશ્ન સર્જાય છે.

