Get The App

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર બેફામ ગતિએ બાઈક ચલાવનારા સાત શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો

Updated: May 21st, 2025

GS TEAM

Google News
Google News
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર બેફામ ગતિએ બાઈક ચલાવનારા સાત શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો 1 - image


Jamnagar : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે બાઈકની રેસ ચલાવનારા યુવાનો પૈકી એક યુવાન ટ્રક સાથે અથડાઈને ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હતો, અને હાલ સારવાર હેઠળ છે. જે સમગ્ર બાઇક રેસનો વિડીયો વાયરલ થયો હતો, અને તેમાં સાત બાઈક સવારો દેખાયા હતા.

જેથી પોલીસ દ્વારા આ મામલે બાઈક સવારની સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં બે બાઈક સવારની અટકાયત કરી લેવામાં આવી છે, અને અન્ય પાંચની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે ફૂલ સ્પીડમાં વાહન ચલાવી અકસ્માત સર્જનારા અંકિત મકવાણાને ટ્રકના પાછળના ઠાંઠામાં ઠોકર વાગવાથી ગંભીર ઇજા થઈ હતી અને હાલ જી.જી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને તેની હાલત અત્યંત નાજુક છે.

જે બાઈક રેસનો વિડીયો વાયરલ થયો હતો, જે વીડિયોને લઈને પંચકોસી એ ડિવિઝનની પોલીસ ટિમ હરકતમાં આવી ગઈ હતી, વીડિયોમાં દેખાતા વાહનો અને તેના નંબરના આધારે તેના ચાલકની શોધખોળ કર્યા બાદ પોલીસને બે બાઈક સવાર ચેતન રાજેશભાઈ પાડલીયા અને યાસીન કરીમભાઈ બાબવાનીનો પતો સાંપડ્યો હતો. જે બંનેને ઉઠાવી લીધા હતા, અને પોલીસન મથકે લઈ જઈ બંનેની પૂછપરછ શરૂ કરી હતી.

આ પણ વાંચો : જામનગર-રાજકોટ હાઈવે પર સ્ટંટ કરતાં કરતાં બાઇક ટ્રકમાં ઘૂસ્યું, યુવકનું ઘટનાસ્થળે મોત

 ઉપરાંત તેની સાથે બાઇકની રેસ ચલાવનાર અન્ય પાંચ બાઇક સવાર ફરીદ અબ્બાસભાઈ ભડાલા, સુમિત શામજીભાઈ સરવૈયા, જયેશ અશોકભાઈ ગુજરાતી અને ચિરાગ રાજેશભાઈ પાડલીયાના નામો ખુલ્યા હતા. જે અન્ય પાંચ બાઈક સવારની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવા આવી રહી છે. આ પ્રકરણમાં સરકાર પક્ષે પીએસઆઇ એ.આર.પરમાર જાતે ફરિયાદી બન્યા હતા, અને તમામ બાઈક સવાર સામે બીએનએસ કલમ 281 તેમજ એમવી એક્ટ કલમ 183, 184 અને 189 મુજબ ગુન્હો નોંધ્યો છે.

 આ ઉપરાંત ફૂલ સ્પીડમાં બાઇક ચલાવીને ટ્રક સાથે અકસ્માત સર્જનાર અંકિત મકવાણા સામે પણ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે, અને મનુભાઈ ગોહિલ નામના ટ્રક ચાલકે પોતાની સાથે પાછળ ફૂલ સ્પીડમાં આવી બાઈકની ટક્કર મારી દેનાર જી.જે 10 ઇ.એ. 7550 નંબરના બાઈક સવાર અંકિત મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે.

Tags :