Get The App

આનંદનગરમાં આવેલા ‘ન્યૂ અરીસ્તા વેલ સ્પા’માં દરોડા, મેનેજર રંગેહાથ ઝડપાયો અને માલિક ફરાર

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
આનંદનગરમાં આવેલા ‘ન્યૂ અરીસ્તા વેલ સ્પા’માં દરોડા, મેનેજર રંગેહાથ ઝડપાયો અને માલિક ફરાર 1 - image


Ahmedabad Crime: અમદાવાદના પોશ વિસ્તાર કહેવાતા આનંદનગરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે. હરણ સર્કલ પાસેના દેવ ઓરમ કોમ્પલેક્ષમાં આવેલા ‘ન્યૂ અરીસ્તા વેલ સ્પા’માં બોડી મસાજની આડમાં ચાલતા કુટણખાનામાં પોલીસે દરોડો પાડી પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સ્પાનો મેનેજર રંગેહાથ ઝડપાયો હતો, જ્યારે સ્પાનો માલિક ફરાર હોવાનું સામે આવ્યું છે. મેનેજર અને માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચોઃ ચાંદલોડિયામાં શોરૂમમાં ખરીદીના બહાને ત્રણ મહિલાઓએ ચાલાકીથી કરી ચોરી, CCTV ફૂટેજથી થયો પર્દાફાશ

ડમી ગ્રાહક મોકલી પોલીસે દરોડો પાડ્યો

પોલીસને મળેલી માહિતી અનુસાર સ્પા સેન્ટરમાં યુવતીઓ મારફતે ગ્રાહકો સાથે રૂપિયાના બદલામાં ગેરકાયદે શારીરિક સંબંધ બાંધવાની વ્યવસ્થા કરાતી હતી. આ બાતમી મળતાં, પોલીસે કાયદાકીય કાર્યવાહી માટે એક ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો. પંચોની હાજરીમાં તેની પાસે રૂપિયા 500ની બે ચલણી નોટો આપીને સ્પામાં મોકલવામાં આવ્યો હતો અને એ નોટોના નંબર પણ નોંધવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે સ્પામાં દરોડો પાડ્યો હતો. રિસેપ્શન પર હાજર વ્યક્તિને પકડી પૂછતા તે સ્પાનો મેનેજર હોવાનું અને છેલ્લા એક વર્ષથી અહીં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું.

સ્પાના રૂમોમાંથી મળી યુવતીઓ

સ્પાની અંદર ચેકિંગ કરતા એક રૂમમાંથી ડમી ગ્રાહક સાથે દેહવ્યાપાર માટે એક યુવતી મળી આવી હતી. સ્પામાં કુલ છ રૂમોને પાર્ટીશન કરીને બનાવવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન કુલ ચાર યુવતીઓ મળી આવી હતી. પોલીસની હાજરીમાં યુવતીઓએ કબૂલ્યું હતું કે, સ્પાનો માલિક તેમને દેહવ્યાપાર માટે દબાણપૂર્વક કામે રાખતો હતો. તેમને રોજ સવારે 11થી સાંજના 8 સુધી કામ કરાવતો અને પ્રતિ ગ્રાહક દીઠ રૂપિયા 500 મુજબ સાંજે હિસાબ આપતો હતો.

આ પણ વાંચોઃ મેવાણી બાદ ભાજપના MLA મેદાને, સુરતમાં ડ્રગ્સ-ગાંજાના ખુલ્લેઆમ વેચાણનો ઘટસ્ફોટ, દબાણો દૂર કરવા માગ

આ ઉપરાંત તપાસ દરમિયાન સ્પાના કાઉન્ટર પરથી ડમી ગ્રાહકને આપવામાં આવેલી એ જ નંબરવાળી રૂપિયા 500-500ની નોટો મળી આવી હતી. સ્પામાં સીસીટીવી લગાડેલા હોવા છતાં તેનું ડીવીઆર ગાયબ હોવાથી પોલીસે તેની તપાસ હાથ ધરી છે. આ સાથે જ ફરાર માલિકની ધરપકડ માટે પણ વધુ તપાસ હાથ ધરી છે.
Tags :