Gujarat

માંજલપુરમાં દારૃની ડિલિવરી સમયે જ પોલીસ ત્રાટકી

By GS TEAM
12 Nov 20251 min read
માંજલપુરમાં દારૃની ડિલિવરી સમયે જ પોલીસ ત્રાટકી

વડોદરા,માંજલપુરમાં દારૃની ડિલિવરી સમયે જ પોલીસે રેડ પાડતા એક આરોપી ઝડપાઇ ગયો હતો.પોલીસે ૬૨,૪૦૦ રૃપિયાની દારૃની ૧૯૨ બોટલ કબજે કરી હતી.

પ્રતાપ નગર રેલવે કોલોનીમાં રહેતો યુસુફ હુસેનભાઇ દિવાન તથા અંકિત પ્રેમસીંગ રાઠોડ કારમાં દારૃનો જથ્થો ભરીને માંજલપુર અમરનાથપુરમ મેદાન પાસે ડિલિવરી કરવા નીકળ્યા હોવાની માહિતી પી.સી.બી. પોલીસને મળી  હતી. પી.આઇ. સી.બી. ટંડેલની સૂચના મુજબ સ્ટાફે વોચ ગોઠવી રેડ પાડતા કાર ચાલક  યુસુફ  હુસેનભાઇ દિવાન (રહે. રેલવે કોલોની, પ્રતાપ નગર) ઝડપાઇ ગયો હતો .કારમાંથી પોલીસને દારૃની બોટલો મળી આવી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા એવી વિગતો જાણવા મળી તી કે, યુસુફ અને ભાગી ગયેલા આરોપી અંકિત રાઠોડે સેલવાસના કરણ ગીરી પાસેથી દારૃ મંગાવ્યો હતો. તેમજ માંજલપુર ગામ કુંભારવાડામાં રહેતા ભાવેશ દરબારને દારૃ આપવાનો હતો. પોલીસે દારૃ, કાર, મોબાઇલ સહિત ૩.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.