Gujarat

જામનગરમાંથી વર્ષ 2024 માં ગુમ થનાર મહીલા તથા બાળકીને શોધી કાઢતી જામનગર પોલીસ

By GS TEAM
15 Oct 20251 min read
TukuTouch Logo
તપાસ દરમ્યાન આ કામના ગુમથનાર રાજલ હીભાભાઇ આલસુરભાઇ રવશી તથા તેની પુત્રી દિકરી રૂપલ ઉર્ફે હીભાભાઇ આલસુરભાઇ રવશી બંને પોરબંદર જીલ્લાના ધરમપુરથી રણમલ ગજસુર સુમાત સાથે મળી આવતા આ જાણવા જોગ જેની ગુમ નોંધ કરાવવામાં આવી

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાંથી વર્ષ 2024 માં ગુમ થનાર મહીલા તથા બાળકીને શોધી કાઢતી જામનગર પોલીસ

Jamnagar Police : ગત તા.20/06/2024ના રોજ જામનગર સીટી "એ" ડીવી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ગુમની દાખલ થયેલ હતી. જેમાં જાહેર કરનાર હીભાભાઇ આલસુરભાઇ રવશી (રહે-ગામ વાગડીયા તા.જી.જામનગર) વાળાની પત્નિ રાજલ હીભાભાઇ આલસુરભાઈ રવશી (ઉ.વ-30) અને તેની પુત્રી રૂપલ ઉર્ફે વાલી હીભાભાઇ રવશી (ઉ.વ.3) તા.13/06/2024 ના કોઇ પણ સમયે જામનગર એસ.ટી ડેપોથી માવતરે જવાનું કહી કોઇને કાંઇ કહ્યા વગર જતા રહ્યાં હતા અને તપાસ દરમ્યાન આ કામના ગુમથનાર પોરબંદર જીલ્લાના ધરમપુરના પાટીયા પાસે રહેતા રણમલ ગજસુર સુમાત સાથે ગયેલાં હોવાનુ જાણવા મળ્યું હતું. જે કેસ અનડીટેકટ હોય જે ગુમ થનારને શોધી કાઢવા માટે તપાસ ચાલુ હતી 

જે અનુસંધાને સીટી એ ડીવી.પોલીસ સ્ટેશનમા પોલીસ ઇન્સપેકટરના માર્ગદશન મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો છ એક વખત પોરબંદર ધરમપુર ખાતે તપાસ અર્થે ગયા હતા તેમજ ગુમ થનાર તથા ગુમ થનારને લઇ જનારની ટેકનીકલ સોર્સથી તપાસ કરતાં તમામ માહીતી મળતી ન હતી. તેમજ હ્યુમન રીસોર્સથી અનેકવાર પોરબંદર તેમજ આસપાસના ગામમાં તપાસ કરવા ટીમો મોકલેલી પરંતુ કોઇ ફળદાયક હકીકત મળી આવેલ ન હતી.

જે તપાસ દરમ્યાન આ કામના ગુમથનાર રાજલ હીભાભાઇ આલસુરભાઇ રવશી તથા તેની પુત્રી  દિકરી રૂપલ ઉર્ફે હીભાભાઇ આલસુરભાઇ રવશી બંને પોરબંદર જીલ્લાના ધરમપુરથી રણમલ ગજસુર સુમાત સાથે મળી આવતા આ જાણવા જોગ જેની ગુમ નોંધ કરાવવામાં આવી છે.