Get The App

ધોળકાની રૂ. 25 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશમાં રહેતો મિત્ર જ નીકળ્યો ચોર

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
ધોળકાની રૂ. 25 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશમાં રહેતો મિત્ર જ નીકળ્યો ચોર 1 - image


Ahmedabad News : અમદાવાદ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ધોળકા ટાઉનમાં તાજેતરમાં બનેલી એક મોટી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. આ મામલે પોલીસે ગુનામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરી છે. જેમાં ચોરી થયેલો લગભગ પૂરેપૂરો મુદ્દામાલ પોલીસે રિકવર કરી લીધો છે. રૂ. 25 લાખ કિંમતના સોના-ચાંદની દાગીના અને રોકડ ચોરીના કેસમાં પાડોશમાં રહેતો મિત્ર જ ચોર નીકળ્યો હોવાનું સામે આવ્યું છે.

પડોશી જ નીકળ્યો ચોર

ધોળકા શહેરના લોધીના લીમડા પાસે આવેલી અરહિંત હોસ્પિટલ સામે એક ઘરમાં 9 સપ્ટેમ્બર, 2025ના રોજ મોટી ચોરી થઈ હતી. ચોર ગેરેજના શટરનું તાળું ચાવીથી ખોલીને ઘરમાં પ્રવેશ્યો હતો અને ભીંત કબાટમાંથી તિજોરીની ચાવી શોધીને રૂ.24.97 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. જેમાં રૂ.5.97 લાખના દાગીના અને 19 લાખની રોકડ રકમનો સમાવેશ થાય છે. ચોરીના બનાવ મામલે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદના બોપલમાં ગૂંગળાઈ જવાથી બે શ્રમિકોના મોતનો કેસ, બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરની ધરપકડ

LCBની કાર્યવાહી અને આરોપીની ધરપકડ

કેસ મામલે LCBની અલગ-અલગ ટીમો દ્વારા ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને સ્થાનિક બાતમીદારોની મદદ લેવામાં આવા હતી. જેમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઉમરફારૂક મહમદભાઈ મનસુરી નામના વ્યક્તિની પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી. આરોપી ધોળકાના દમારવાડાનો રહેવાસી છે. તે ઘરમાલિકનો પાડોશી અને મિત્ર હતો અને તેની દુકાન સામે ફ્રુટની લારી ચલાવતો હતો. 

ધોળકાની રૂ. 25 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશમાં રહેતો મિત્ર જ નીકળ્યો ચોર 2 - image

આ પણ વાંચો: અમદાવાદ જમીન દલાલ અપહરણ-ખંડણી કેસમાં 6 આરોપી ઝડપાયા, ભાણિયાએ જ આપી હતી ટીપ

આરોપીએ પોલીસને જણાવ્યું કે, તે આર્થિક સંકડામણમાં હોવાથી અને ઈકો ગાડી લેવાનું વિચારીને આ મોટી ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલો લગભગ સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કર્યો છે. જ્યારે પોલીસે પકડાયેલા આરોપીને વધુ કાર્યવાહી માટે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. 

Tags :