For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પોઇન્ટની બસ સેવાનો સોમવારથી પ્રારંભ

- બસમાં પ્રવેશ અગાઉ દરેક મુસાફરનું ટેમ્પરેચર ચકાસાશે

Updated: May 31st, 2020

Article Content Image

અમદાવાદ, તા. 31 મે 2020 રવિવાર

અનલોક-1 અંતર્ગત ગુજરાતમાં અનેક સેવાઓ અને સરકારી કચેરીઓનો સંપૂર્ણપણે સોમવારથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. અમદાવાદ રહેતા સરકારી કર્મચારીઓને ગાંધીનગર પહોંચવામાં સમસ્યા નડે નહીં માટે પોઇન્ટની બસ સેવાનો પણ સોમવારથી પ્રારંભ થશે.

અમદાવા-ગાંધીનગર વચ્ચે અવર-જવર કરારી આ પોઇન્ટ બસ સેવાઓ કુલ પેસેન્જર કેપેસિટીના 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરાશે. આ સંદર્ભમાં વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુ એ જણાવ્યું છે કે, ‘રાજ્ય સરકારના કર્મચારીઓ અને કચેરીઓ માટે એસ.ટી દ્વારા ચલાવવામાં આવતી અમદાવાદ ગાંધીનગરની પોઇન્ટ બસ સેવાઓ આવતી કાલ 1 જૂનથી માત્ર અમદાવાદ મહાનગરના કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાંથી ગાંધીનગર આવવા શરૂ કરવામાં આવશે. 

ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર આ પોઇન્ટ બસ સેવાઓ બસની કુલ પેસેન્જર કેપેસિટીના 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરવામાં આવશે તેમજ કોઈ પેસેન્જર આ પોઇન્ટ સેવાની બસમાં ઊભા રહીને મુસાફરી નહિ કરી શકે. આ બસ સેવાઓ પોઇન્ટ ટુ પોઈન્ટ શરૂ કરવામાં આવશે એટલે કે વચ્ચેના રૂટ પરથી કોઈ પેસેન્જર લેવામાં આવશે નહિ. 

એટલુજ નહિ મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને ફરજિયાત માસ્કનો ઉપયોગ પણ કરવાનો રહેશે. બસમાં પ્રવેશ આપતા પૂર્વે પ્રત્યેક મુસાફરોનું ટેમ્પ્રેચેર પણ ચેક કરવામાં આવશે. આ હેતુસર દરેક મુસાફરે બસ ઉપાડવાના નિર્ધારિત સમયથી 15 મિનિટ પહેલા પોઇન્ટ પર પહોંચવાનું રહેશે. આવી બસોને દરેક ટ્રીપ બાદ સંપૂર્ણ સેનિટાઇઝ કરવામાં આવશે.

Gujarat