બિહારની ભવ્ય જીત બાદ આવતીકાલે PM મોદી વતનમાં, જાણો તેમના પ્રવાસનો કાર્યક્રમ

PM Modi in Gujarat : દર વર્ષ માફક સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીની ઉજવણી કેવડિયા ખાતે થઈ હતી. 31 ઓક્ટોબરના રોજ એકતા પરેડ પણ યોજાઇ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહભાગી થયા હતા. ત્યારે હવે તેના 14 દિવસ બાદ આવતીકાલે (15 નવેમ્બર) ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના આદિવાસી પટ્ટામાં પ્રવાસ ખેડવાના છે.
આ પણ વાંચો: વડોદરા યાર્ડથી કર્ણાટક સુધી પ્રથમવાર ઑટોમોબાઈલ રેક રવાના કરાયો
આવતીકાલે દિલ્હીથી સુરત એરપોર્ટ ખાતે પીએમ મોદીનું આગમન
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી નર્મદા જિલ્લા ખાતે કરવાના છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 150ની બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણીમાં પણ સહભાગી થવાના છે. આવતીકાલે દિલ્હીથી સુરત એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થશે. નરેન્દ્ર મોદીનું આગમન થતા સ્થાનિક નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે.
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી
સુરતમાં તેઓ બાય રોડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત બાદ સુરત ખાતે નિર્માણ થતા બુલેટ ટ્રેન સ્ટેશનની પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિઝીટ કરવાના છે. ત્યારબાદ તેઓ નર્મદા જશે, જ્યાં આદિવાસીના ભગવાન દેવ મોગરા મંદિરે માથું ઝુકાવીને મંદિરે પૂજા અર્ચના કરશે. મંદિરે પૂજા અર્ચના બાદ દેડિયાપાડામાં સભાને સંબોધશે. જ્યાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થશે.
7900 કરોડથી વધુના વિકાસ કામોના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
મહત્ત્વનું છે કે, દેડિયાપાડા ખાતે આયોજિત જંગી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહાર વિધાનસભાની ચૂંટણી જીત બાદ પ્રથમ સભાને સંબોધન કરશે. દેડિયાપાડા ખાતે આયોજિત સભામાં 7900 કરોડથી વધુના વિકાસ કામોના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે. આ ઉપરાંત ચાર વાગ્યા બાદ સભા સ્થળેથી હેલિપેડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોચશે. ત્યારબાદ ઠીક પાંચ વાગે સુરત એરપોર્ટ ખાતે પહોંચશે અને સુરત એરપોર્ટથી પાંચ વાગ્યે દિલ્હી જવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવાના થશે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એક દિવસના પ્રવાસે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ આદિવાસી વિસ્તારનો પ્રવાસ ખેડશે.
- વડાપ્રધાન સવારે 7.45 દિલ્હીથી રવાના
- સવારે 9.20 એ સુરત એરપોર્ટ પર આગમન
- સુરત એરપોર્ટથી 9.20 એ સુરત હેલિપેડ ખાતે રવાના
- સવારે 9.45 એ સુરત હેલિપેડ ખાતે આગમન
- સવારે 9.50 એ સુરત હેલિપેડથી બાય રોડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખાતે રવાના
- સવારે 9.55 એબુલેટ ટ્રેન સ્ટેશન પર આગમન
- 10 થી 11.15 સુધી બુલેટ ટ્રેન સ્ટેશનની વિઝીટ
- 11.20 એ બુલેટ ટ્રેન સ્ટેશનથી બાય રોડ હેલિપેડ રવાના
- 11.25 સુરત હેલિપેડ
- 11.30 સુરત હેલિપેડથી દેવ મોગરા હેલિપેડ જવા રવાના
- 12.15 એ દેવ મોગરા હેલિપેડ આગમન
- 12.20 દેવ મોગરા હેલિપેડ થી બાય રોડ દેવમોગરા મંદિર રવાના
- 12.40 એ દેવ મોગરા મંદિર આગમન
- 12.45 થી 1 વાગ્યા સુધી દેવમોગરા મંદિરમાં પૂજા અર્ચના કરશે
- 1.05 વાગે દેવમોગરા મંદિરથી હેલિપેડ જવા રવાના
- 1.15 દેવમોગરા હેલિપેડથી દેડિયાપાડા જવા રવાના
- 1.35 એ દેડિયાપાડા હેલિપેડ ખાતે આગમન
- 1.40 એ દેડિયાપાડા હેલિપેડથી બાય રોડ સભા સ્થળ જવા રવાના
- 2.10 વાગે સભા સ્થળ પર આગમન
- 2.15 થી 4 વાગ્યા સુધી સભા સ્થળ પર 150મી બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણી
- 4.05 વાગ્યાથી સભા સ્થળથી હેલિપેડ જવા રવાના
- 4.10 વાગે દેડિયાપાડા હેલિપેડ આગમન
- 4.15 વાગે દેડિયાપાડા હેલિપેડથી સુરત એરપોર્ટ જવા રવાના
- 5.00 વાગે સુરત એરપોર્ટ આગમન
- 5.05 થી સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના
- 6.40 એ દિલ્હી એરપોર્ટ આગમન

