Get The App

VIDEO: સરદાર પટેલની 150મી જન્મજયંતીએ SOU ખાતે ભવ્ય એકતા પરેડ, એરફોર્સે આકાશી સેલ્યુટ આપ્યું, મહિલા નેતૃત્વમાં માર્ચ પાસ્ટ

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: સરદાર પટેલની 150મી જન્મજયંતીએ SOU ખાતે ભવ્ય એકતા પરેડ, એરફોર્સે આકાશી સેલ્યુટ આપ્યું, મહિલા નેતૃત્વમાં માર્ચ પાસ્ટ 1 - image


PM Modi Gujarat Visit: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસે કેવડિયા (એકતાનગર) ખાતે ઉપસ્થિત છે. આજે પ્રવાસના બીજા દિવસે, વડાપ્રધાન મોદી એકતા પરેડ શો યોજાયો હતો. જેમાં રાજ્યની વિવિધ પોલીસ દળ, BSF, NDRF, આર્મી ડૉગ સહિત NCC દ્વારા એકતા પથ પર પોતાના શૌર્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સિવાય રાજ્યોના વિવિધ ટેબ્લો દ્વારા પોતાના પ્રદેશની વિશેષતાની ઝાંખી દર્શાવાઈ હતી. વિવિધ રાજ્યોના નૃત્ય અને બાઇક સ્ટંટ તેમજ ડૉગ સ્ટંટ દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અંતે વાયુસેના દ્વારા લોહપુરૂષ સરદાર પટેલને આકાશી સલામી આપી પરેટનું સમાપન કરાયું હતું. 

આ પણ વાંચોઃ સજાની સાથે વળતર પેટે ફરિયાદીને 14.50 લાખ ચુકવવા થાન કોર્ટનો આદેશ


એકતા પરેડની તમામ મહત્ત્વપૂર્ણ અપડેટ્સ:

સરદાર પટેલના સંદેશ સાથે પરેડ સમાપ્ત

સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત એકતા પરેડની સમાપ્તિ લોહપુરૂષ સરદાર પટેલના ભાષણ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સ્વતંત્રતા બાદ સરદાર પટેલ દ્વારા દેશના સંબોધનનો જૂનો ઓડિયો રજૂ કરાયો હતો. 

એરફોર્સનું શાનદાર પ્રદર્શન

એકતા દિવસ નિમિત્તે ભારતીય વાયુસેના દ્વારા લોહપુરૂષ સરદાર પટેલને અનોખું આકાશી સેલ્યુટ આપવામાં આવ્યું.


વિવિધ રાજ્યોના ટેબ્લો રજૂ કરાયો

NSD, NDRF, અંદમાન-નિકોબાર દ્વિપ સમૂહનો ટેબ્લો, છત્તીસગઢની બસ્તરની ઝાંખી કરવાતો, ગુજરાતના લોહપુરૂષ સરદાર પટેલ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી સાથેનો ટેબ્લો, જમ્મુ-કાશ્મીરની પ્રતિષ્ઠા અને સૌંદર્ય દર્શાવતો ટેબ્લો, મહારાષ્ટ્રના ટેબ્લોમાં છત્રપતિ શિવાજીની શાનદાર પ્રતમા સાથે રાજ્યનું વૈભવ દર્શાવાયું, મણિપુરના પ્રાકૃતિક સૌંદર્ય દર્શાવતો ટેબ્લો, પૂંડચેરીની એક ભારત-શ્રેષ્ઠ ભારતને પ્રદર્શિત કરતો ટેબ્લો, ઉત્તરાખંડનો કેદારનાથ મંદિર અને રાજ્યના વિકાસને દર્શાવતો ટેબ્લો રજૂ કરાયો.

આસામ પોલીસના બાઇક પર સ્ટંટ

આસામ પોલીસ દ્વારા બાઇક પર સ્ટંટ દ્વારા રાજ્યની વીરતાનું પ્રદર્શન કરવામાં આવ્યું. 

BSF અને ગુજરાત પોલીસનું સંયુક્ત પ્રદર્શન

એકતા પરેડમાં BSF અને ગુજરાત પોલીસ દ્વારા સંયુક્ત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાસ બેન્ડ અને રાયફલ સાથે ગુજરાત પોલીસ અને BSFની ટીમે સંયુક્ત રીતે એકતા પથ પર પોતાનું શાનદાર પ્રદર્શન આપી શૌર્યની નવી પરિભાષા વ્યક્ત કરી હતી. મહિલાઓ દ્વારા કરવામાં આવેલા આ પ્રદર્શનમાં નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.

દરેક રાજ્યની પોલીસ પરેડમાં જોડાઈ

એકતા પથ પર રાજ્યની દરેક પોલીસ પોતાના મંત્ર સાથે રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા એકતા પરેડમાં જોડાઈ છે. આ સિવાય BSF, NCC અને ખાસ સૈન્ય ડૉગ પણ આ પરેડમાં જોડાયા હતા. 

CRPF અને BSFના જવાનો પરેડમાં જોડાયા

ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા જવાનો પણ ખુલ્લી જીપ્સીમાં આ પરેડમાં જોડાયા.

વન્દે માતરમની ધૂન પર બેન્ડનું શાનદાર પ્રદર્શનઃ 

ગુજરાતની બે શાળા દ્વારા એકતા નગરમાં વંદે માતરમના સૂર રેલાવામાં આવ્યા. જેમાં ઢોલ, નગારા અને કરતાલ જેવા અનેક પ્રાચીન વાંજિત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વંદે માતરમથી આખું એકતા નગર ગૂંજી ઉઠ્યું.

એકતા પરેડ શરૂઃ

એકતાનગર ખાતે આજે પ્રજાસત્તાક દિવસની જેમ જ એક વિશિષ્ટ મુવિંગ પરેડ (Moving Parade) નું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડ શરૂ થઈ ચુકી છે. જેમાં કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે, જેમાં BSF, CISF, ITBP, CRPF, SSB, તેમજ જમ્મુ-કાશ્મીર, પંજાબ, આસામ, કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોની ટુકડીઓ સામેલ છે.

PM મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના ચરણોમાં પુષ્પ અર્પણ કર્યા

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઑફ યુનિટી પહોંચી ગયા છે. જ્યાં તેમણે સરદાર પટેલની પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

થોડી જ વારમાં પહોંચશે PM મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ સ્થળ માટે રવાના થઈ ગયા છે. થોડીવારમાં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કરશે. 

વડાપ્રધાન મોદીનો આજનો કાર્યક્રમ

વડાપ્રધાન મોદીનો આજનો દિવસ સંપૂર્ણપણે રાષ્ટ્રીય એકતા અને તાલીમાર્થીઓ સાથેના સંવાદને સમર્પિત રહેશે:

  • સવારે 8:10: સરદાર પટેલની ભવ્ય પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ને પુષ્પાંજલિ અર્પણ કરશે.
  • સવારે 8:15 થી 10:30: એકતા પરેડનું નિરીક્ષણ કરશે અને રાષ્ટ્રને સંબોધન કરશે.
  • સવારે 10:45: 'આરંભ 7.0' ના સમાપનમાં તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.
  • બપોરે 12:20: કેવડિયાથી વડોદરા જવા રવાના થશે.
  • બપોરે 1:00: વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

એકતાનગરમાં પરેડ

એકતાનગર ખાતે આજે પ્રજાસત્તાક દિવસની જેમ જ એક વિશિષ્ટ મુવિંગ પરેડ (Moving Parade) નું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડમાં કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે, જેમાં BSF, CISF, ITBP, CRPF, SSB, તેમજ જમ્મુ-કાશ્મીર, પંજાબ, આસામ, કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોની ટુકડીઓ સામેલ છે.

આ પણ વાંચોઃ ધ્રાંગધ્રા અને પાટડી રણમાં કમોસમી વરસાદથી અગરિયાને ભારે નુકસાન

શૌર્યનું પ્રદર્શન: 

ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા જવાનો પણ ખુલ્લી જીપ્સીમાં આ પરેડમાં જોડાશે. પરેડનું નેતૃત્વ 100 જેટલા સભ્યોની હેરાલ્ડિંગ ટીમ કરશે. આ ઉપરાંત, 9 બેન્ડ કન્ટીજન્ટ્સ કર્ણપ્રિય સુરાવલિઓ રેલાવશે. ગુજરાતના બે રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બે સ્કૂલનું બેન્ડ ડિસ્પ્લે પણ યોજાશે.

એકતા પરેડ બાદ વડાપ્રધાન મોદી "આરંભ 7.0" ના સમાપન સમારોહમાં ભાગ લેશે, જે "શાસનની પુનઃકલ્પના" થીમ પર આધારિત છે. આ કાર્યક્રમમાં ભારતની 16 અને ભૂટાનની 3 સિવિલ સર્વિસીસના કુલ 660 અધિકારી તાલીમાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જેમની સાથે પીએમ મોદી સીધો સંવાદ કરશે.

Tags :