સજાની સાથે વળતર પેટે ફરિયાદીને 14.50 લાખ ચુકવવા થાન કોર્ટનો આદેશ

ચેક
રિટર્ન કેસમાં રાજકોટના શખ્સને દોઢ વર્ષની સજા
સુરેન્દ્રનગર - 
થાન કોર્ટે ૧૪.૫૦ લાખના ચેક રિટર્ન કેસમાં રાજકોટના શખ્સ
દોષિત ઠેરવ્યો છે. કોર્ટે આરોપીને દોષિત ઠેરવી ૧.૫ વર્ષની કેદની સજા તેમજ દંડ પેટે
૧૪.૫૦ લાખ ફટકારતો ચુકાદો આપ્યો છે.
થાનમાં
રહેતા પ્રભાબેન નરશીભાઈ ઘુમલીયા પાસેથી હાલ રાજકોટ રહેતા અને અગાઉ થાન સોનીની
દુકાન ચલાવતા દિવ્યેશભાઈ નટવરલાલ વડનાગરાએ ૨૦૧૭મા રૃ.૧૩ લાખ હાથ ઉછીના ચેક મારફતે
અને ત્યાર બાદ બે લાખ મળી ફૂલ રૃ.૧૭ લાખ ઉછીના લીધા હતા. જેમાંથી ૨.૫૦ લાખ ૨૦૧૮માં
પરત ચુકવ્યા હતા અને બાકીના ૧૪.૫૦ લાખનો ચેક આપ્યો હતો. 
આ
ચેક પ્રભાબેને પોતાના બેંક ખાતામાં જમા કરાવતા બાઉન્સ થયો હતો. જેથી પ્રભાબેનેે
વકીલ મારફતે નોટિસ પાઠવી હતી પરંતુ તેનો પણ કોઈ જવાબ નહી આપતા અંતે થાન કોર્ટમાં
કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે તાજેતરમાં ચાલી જતા દલીલો અને દસ્તાવેજી પુરાવાના
આધારે થાન કોર્ટે દિવ્યેશભાઈ નટવરલાલ વડનાગરાને દોષિત ઠેરવી ૧.૫ વર્ષની કેદની સજા
ફટકારતો ચુકાદો આપ્યો છે તેમજ રૃ.૧૪.૫૦ લાખનો દંડ પ્રભાબેનને વળતર પેટે ચૂકવવાનો
પણ હુકમ કર્યો છે.


