Get The App

કચ્છમાં PM મોદીની સભામાં જનમેદની ભેગી કરવા કચોરી-ફૂલવડી, મોહનથાળનો જલસો, અઢી લાખ ફૂડ પેકેટ વહેંચાશે

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
કચ્છમાં PM મોદીની સભામાં જનમેદની ભેગી કરવા કચોરી-ફૂલવડી, મોહનથાળનો જલસો, અઢી લાખ ફૂડ પેકેટ વહેંચાશે 1 - image
File Photo

PM Modi Kutch Visit: જમ્મુ-કાશ્મીરના પહલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને PoKમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાને નષ્ટ કરીને વળતો જવાબ આપ્યો હતો. જેને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું હતું. બાદમાં 10 મેના રોજ સંઘર્ષ વિરામની જાહેરાત કરાઈ. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતના સરહદી જિલ્લા કચ્છની મુલાકાતે આવી રહ્યાં છે. કચ્છમાં મોદીની સભામાં જનમેદની એકત્ર કરવા જિલ્લા ભાજપ તંત્ર કામે લાગ્યુ છે. આ સભામાં લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ રહી છે. 

ભુજ પુરવઠા અધિકારીએ બહાર પાડ્યું ટેન્ડર

સોમવારે (26 મે) વડાપ્રધાનની કચ્છ મુલાકાતને પગલે સ્થાનિક તંત્ર કામે લાગ્યુ છે. કચ્છમાં કંડલા પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર સહિત કુલ 53 હજાર કરોડના વિકાસના કામોનું લોકાપર્ણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. ત્યારે ભુજ પુરવઠા વિભાગે અઢી લાખ ફૂડ પેકેટ માટે ટેન્ડર બહાર પાડ્યું છે, જેમાં સૂકી કચોરીના 53,500, સુખડીના 63,500, ફૂલવડીના 63,500, મોહનથાળના 63,500 પેકેટ સહિત મેંગો જ્યુસના ભાવ મંગાવાયા છે.  

આ પણ વાંચોઃ કમોસમી વરસાદની આડમાં ભરુચ-અંકલેશ્વરના ઉદ્યોગોનું કારસ્તાન, નર્મદામાં પ્રદૂષિત પાણી ઠાલવી દેતા હજારો માછલીના મોત

માત્ર ફૂડ પેકેટ પાછળ જ લાખોનો થશે ખર્ચ

આ ઉપરાંત 500 MLની મિનરલ બોટલના પણ શરતો સાથે ભાવ મંગાવાયા છે. ઉનાળાની કાળઝાળ ગરમીને જોતાં ફ્રૂટી, માઝા અને સ્લાઇસ જ્યુસની કુલ મળીને 2.80 લાખ બોટલના ભાવની વિગતો મંગવી છે. એવું કહેવાઈ રહ્યું છે કે, માત્ર ફૂડ પેકેટ પાછળ જ લાખો રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. 

આ પણ વાંચોઃ અમદાવાદ મ્યુનિ.નો ટોઈલેટ રિપેરિંગ પાછળ બે કરોડનો વાપરી નાંખ્યા, રાયખડમાં એક જ કામ માટે બે કોન્ટ્રાક્ટરને પેમેન્ટ

વડાપ્રધાનના કાર્યક્રમના સ્થળે ઉપસ્થિત લોકોને ફૂડ પેકેટ-જ્યુસની બોટલનું વિતરણ કરવામાં આવશે. ઓપરેશ સિંદુર પછી મોદી પહેલીવાર કચ્છની મુલાકાતે આવી રહ્યાં છે તે જોતા મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરવા ફૂડ પેકેટ વહેંચવા આયોજન કરાયું છે.


Tags :