Get The App

PM મોદી આજે ગુજરાતમાં, અમદાવાદમાં રોડ શો બાદ સભા સંબોધશે, વરસાદ વચ્ચે તંત્ર ખડે પગે

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
PM મોદી આજે ગુજરાતમાં, અમદાવાદમાં રોડ શો બાદ સભા સંબોધશે, વરસાદ વચ્ચે તંત્ર ખડે પગે 1 - image


PM Modi Road Show in Ahmedabad Gujarat: તા. 25-26મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે તંત્ર ઊંધા માથે છે. અમદાવાદ આગમન બાદ ઍરપોર્ટથી નિકોલ સુધી દોઢેક કિ.મી લાંબો રોડ શો યાજાશે. આ ઉપરાંત બે દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં કુલ 5477 કરોડના વિકાસના કામોનું લોકાપર્ણ અને ખાતમૂહુર્ત પણ કરશે.

આ પણ વાંચો: માનવતા મરી પરવારી! અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન 'માતા-પિતા' બાળકને ત્યજીને જતાં રહ્યા

ઍરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી રોડ શો યોજાશે

વડાપ્રધાન ગુજરાત મુલાકાતને પગલે અમદાવાદમાં ઍરપોર્ટથી માંડીને નિકોલ-ખોડલધામ સુધી રોડ શો યોજાશે. આ માર્ગો પર સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ખાસ સ્ટેજ ઊભા કરાયા છે. નરેન્દ્ર મોદી નિકોલમાં એક જાહેરસભાને સંબોધિત પણ કરશે.

રુ. 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમૂહુર્ત અને રૂ 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

અઅમદાવાદમાં વડાપ્રધાનના હસ્તે રુ. 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમૂહુર્ત અને રૂ 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાશે. રૂ. 133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)ના આઈએસએસઆર ઘટક હેઠળ રામાપિરના ટેકરોના સેક્ટર-3 ખાતે આવેલી ઝૂંપડપટ્ટીના વિકાસનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટ્રોમ વાન્ટર ડ્રેનેજ સિસ્ટમ સહિત અમદાવાદ શહેરના અન્ય પ્રોજેક્ટ્સનું પણ ખાતમૂહુર્ત કરાશે.

આ પણ વાંચો: 3 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ, અમદાવાદમાં આગાહી વચ્ચે મેઘરાજા વરસ્યાં

અમદાવાદ(પશ્ચિમ)માં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમૂહૂર્ત પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને માળખાગત સુવિધામાં અદ્યતન સુધારો કરવા બે તબક્કામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ ચાર-માગીય મુખ્ય માર્ગ છ માગીય બનાવશે. આ પ્રોજેક્ટ કુલ ખર્ચ રૂ.1624 કરોડ થશે.

આ ઉપરાંત ગાંધીનગરમાં પણ વડાપ્રધાનના  રૂ. 555 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવનાર છે. 

Tags :