Get The App

26 મે, PM મોદી અમદાવાદમાં કરશે રોડ શોઃ જાણો કયાં રસ્તા રહેશે બંધ અને વૈકલ્પિક માર્ગ

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
26 મે, PM મોદી અમદાવાદમાં કરશે રોડ શોઃ જાણો કયાં રસ્તા રહેશે બંધ અને વૈકલ્પિક માર્ગ 1 - image
File Photo (IANS)

Ahmedabad PM Modi Road Show: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાઓનો ખાત્મો કરી વળતો જવાબ આપ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન મોદી પહેલીવાર ગુજરાત આવી રહ્યા છે, એવામાં સોમવારે (26 મે) અમદાવાદમાં એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી રોડ શો યોજશે. જેને લઈને હાલ તડામાર તૈયારીઓ થઈ રહી છે. રોડ શોના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે અગાઉથી જ માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના કયા રોડ બંધ રહેશે અને વૈકલ્પિક માર્ગ તરીકે કોનો ઉપયોગ કરવો તેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. 

અમદાવાદથી ગાંધીનગર અપ-ડાઉન કરનાર નાગરિકોએ બપોર પછી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો 

  • સુભાષ બ્રિજથી વિસત થઈ તપોવન સર્કલ અથવા
  • ડફનાળાથી રામેશ્વર થઈ મેમકોથી નરોડા પાટિયા થઈ ચિલોડા સર્કલ દ્વારા ગાંધીનગર સુધી આવાગમન કરી શકાશે
  • ઈન્દિરા બ્રિજથી એરપોર્ટ જનાર વાહનોએ હાંસોલ સર્કલથી સરદારનગર વાળો રસ્તો લઈને Pristine હોટેલ કટથી એરપોર્ટ જવાનું રહેશે.

આ પણ વાંચોઃ મ્યુ. કોર્પોરેશનમાં બધુ લોલંલોલ, અમદાવાદના 36 તળાવમાં ખાનગી બાંધકામ ઊભા થયા

આ સિવાય જે પ્રવાસીઓની ફ્લાઇટ સાંજ 6 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે છે તે પોતાના ઘરેથી રોજિંદા સમય કરતા બે કલાક વહેલા નીકળી જાય. તેમજ જો કોઈ પોલીસ જવાન માંગે તો તેમને ફ્લાઇટની ટિકિટ બતાવવી, તેથી તેઓ સરળતાથી એરપોર્ટ પહોંચાડવામાં મદદ કરી શકે. તેમજ ડફનાળાથી એરપોર્ટ જતા રસ્તા પર સાંજ 4 કલાક બાદ રોડશો અને એરપોર્ટના યાત્રીઓના વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ  ધો. 10 અને 12ની પૂરક અને પુનઃબોર્ડ પરીક્ષાઓ 23 જૂનથી શરૂ, ગુજરાત બોર્ડે કાર્યક્રમ જાહેર કર્યો

1 વાગ્યાથી નો-પાર્કિંગ ઝોન

  • રોડ શોમાં આવતા લોકોએ નિર્ધારિત સ્થાન પર સાંજે 5:00 વાગ્યા પહેલા પહોંચી જવાનું રહેશે.
  • સમગ્ર રોડ તેમજ સર્વિસ રોડ અને તેને જોડતા રસ્તાઓ બપોરે 1 વાગ્યા બાદ નો-પાર્કિંગ ઝોન રહેશે.
  • હાંસોલ, કોટરપુર, નોબૅલ નગર, મેઘાણી નગર અને સરદાર નગરના સ્થાનિક રહીશો આ સમયગાળા દરમિયાન બિનજરૂરી રીતે વાહનો લઈને ઘરેથી ન નીકળે અને આવશ્યકતા જણાય તો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો.

ટ્રાફિક હેલ્પલાઇન

કોઈપણ પ્રકારની ઈમરજન્સી જણાય તો તાત્કાલિક હેલ્પલાઈન નંબર 1095 પર સંપર્ક કરો.

Tags :