Get The App

ધો. 10 અને 12ની પૂરક અને પુનઃબોર્ડ પરીક્ષાઓ 23 જૂનથી શરૂ, ગુજરાત બોર્ડે કાર્યક્રમ જાહેર કર્યો

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
ધો. 10 અને 12ની પૂરક અને પુનઃબોર્ડ પરીક્ષાઓ 23 જૂનથી શરૂ, ગુજરાત બોર્ડે કાર્યક્રમ જાહેર કર્યો 1 - image


Gujarat Board: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અમદાવાદ, શુક્રવાર અને 12ની પૂરક તેમજ પુનઃબોર્ડ પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કરી દેવામા આવ્યો છે. જે મુજબ 23 જૂનથી પરીક્ષાઓ શરૂ થશે. ગુજરાત બોર્ડ દ્વારા અગાઉ એકેડેમિક કેલેન્ડરમાં 16 જૂનથી પરીક્ષા શરૂ થવાની સંભવિત તારીખો જાહેર કરાઈ હતી. પરંતુ તે મુજબ પરીક્ષાઓ શરૂ થઈ શકે તેમ ન હોવાથી હવે એક સપ્તાહ મોડી 23 જૂનથી પરીક્ષાઓ શરૂ થશે. આ વર્ષે વિદ્યાર્થીઓ ઘટતા 1.95 લાખથી વધુ વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા છે અને આ વર્ષે 12 સાયન્સનું પરિણામ પણ ઊંચુ આવતા બેસ્ટ ઑફ ટુ અંતર્ગત પુનઃપરીક્ષા માટે પણ ઓછા વિદ્યાર્થીઓ નોંધાયા છે. 

ધો. 10 અને 12ની પૂરક અને પુનઃબોર્ડ પરીક્ષાઓ 23 જૂનથી શરૂ, ગુજરાત બોર્ડે કાર્યક્રમ જાહેર કર્યો 2 - image

આ પણ વાંચોઃ તારાપુરમાં વાવાઝોડા સાથે એક ઈંચ વરસાદમાં મીલનો શેડ ઉડયો

23 જૂનથી શરૂ થશે પરીક્ષા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે પહેલીવાર ધો. 10 ,12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહ એમ ત્રણેય માટે તમામ વિષયોની પૂરક પરીક્ષા એટલે કે પુનઃ બોર્ડ પરીક્ષા લેવાશે. ગત વર્ષે બેસ્ટ ઓફ ટુની સ્કીમ અંતર્ગત ધો. 12 સાયન્સ માટે તમામ વિષયોની પૂરક પરીક્ષા લેવાઈ હતી અને ધો. 10 માટે બેને બદલે 3 વિષય તેમજ ધો.12 સામાન્ય પ્રવાહ માટે એકને બદલે બે વિષયમાં નાપાસ માટે પૂરક પરીક્ષા લેવાઈ હતી. આ વર્ષે ત્રણેયમાં તમામ વિષયોની પૂરક પરીક્ષા જિલ્લા કેન્દ્રો પર લેવામાં આવશે. બોર્ડ દ્વારા પુનઃ પરીક્ષા-પૂરક પરીક્ષાના ફોર્મ ભરાયા બાદ આજે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જે મુજબ 23 જૂનથી પરીક્ષાઓ શરૂ થશે. 

ધો. 10 અને 12ની પૂરક અને પુનઃબોર્ડ પરીક્ષાઓ 23 જૂનથી શરૂ, ગુજરાત બોર્ડે કાર્યક્રમ જાહેર કર્યો 3 - image

આ પણ વાંચોઃ વરસાદ બંધ થયા બાદ કલાકો સુધી લાઈટો બંધ રહેતા લોકોનો વીજ કચેરીએ હલ્લાબોલ

પરીક્ષાનો કાર્યક્રમ કરાયો જાહેર

નોંધનયી છે કે, ગત નર્ષે 24 જૂનથી પૂરક-પુનઃ બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ હતી. ધોરણ 10માં 23 જુનથી પહેલી જુલાઈ અને 12 સાયન્સમાં 23 જૂનથી 30 જૂન તેમજ ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 23 જુનથી 3 જુલાઈ સુધી પરીક્ષા ચાલશે. ધો.10 સંસ્કૃત માધ્યમમાં અને ધો.12 વ્યવાસાયલક્ષી પ્રવાહની પરીક્ષાનો પણ કાર્યક્રમ જાહેર કરાયો છે.

ધો. 10 અને 12ની પૂરક અને પુનઃબોર્ડ પરીક્ષાઓ 23 જૂનથી શરૂ, ગુજરાત બોર્ડે કાર્યક્રમ જાહેર કર્યો 4 - image

Tags :