Gujarat

એમ.એસ.યુનિ.માં પીએચડી કરી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા 1100 પર પહોંચી

By GS TEAM
16 Oct 20252 mins read
એમ.એસ.યુનિ.માં પીએચડી કરી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા 1100 પર પહોંચી

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં કાયમી અધ્યાપકોની ૬૦ ટકા કરતા વધારે ખાલી પડેલી જગ્યાઓ, યુનિવર્સિટીમાં અગાઉના ત્રણ વર્ષ દરમિયાન કથળેલો વહિવટ, સરકારની ઉપેક્ષા જેવા પરિબળો હોવા છતા યુનિવર્સિટીમાં પીએચડી કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧૦૦  પર પહોંચી છે.

 ગુજરાતમાં પીએચડી કરતા વિદ્યાર્થીઓની સંખ્યાની રીતે યુનિવર્સિટી હજી પણ મોખરે છે.દરમિયાન આ વર્ષે પીએચડી માટેની પ્રવેશ પ્રક્રિયા પૂરી કરીને પ્રવેશ મેળવનારા ૨૧૫ વિદ્યાર્થીઓનું યુનિવર્સિટી દ્વારા વાઈસ ચાન્સેલરની હાજરીમાં ઓરિએન્ટેશન યોજાયું હતું.

જેમાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની વિવિધ સુવિધાઓ, પીએચડીના નિયમો,  સંશોધન માટે ઉપલબ્ધ લાઈબ્રેરી સહિતના વિવિધ રિસોર્સીસની, દર ૬ મહિને પીએચડીનો પ્રોગ્રેસ રિપોર્ટ કોને સુપરત કરવો સહિતની જાણકારી આપવામાં આવી હતી.આ વર્ષે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ યુજીસીની ગાઈડ લાઈન પ્રમાણે ઓછામાં ઓછા ત્રણ વર્ષ અને વધારેમાં વધારે ૬ વર્ષમાં પીએચડી પૂરુ કરવાનું રહેશે.અનિવાર્ય સંજોગોમાં પીએચડીના વિદ્યાર્થીને બે વર્ષનું વધારાનો સમય મળશે.સૂત્રોનું કહેવું છે કે, મોટી સંખ્યામાં કાયમી અધ્યાપકો નિવૃત્ત થયા હોવા છતા હજી પણ ૨૨૫ જેટલા અધ્યાપકો પીએચડી ગાઈડ તરીકે ઉપલબ્ધ છે.

આ વર્ષે કેટલા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન 

ફેકલ્ટી સંખ્યા

આર્ટસ ૩૪

કોમર્સ ૪૯

એજ્યુકેશન

હોમસાયન્સ ૧૯

ફાઈન આર્ટસ

લો

પરફોર્મિંગ આર્ટસ ૧૪

ફાર્મસી

સાયન્સ ૩૬

સોશ્યલ વર્ક

ટેકનોલોજી ૪૩

પીએચડીમાં પણ બોયઝ કરતા ગર્લ્સ આગળ નીકળી ગઈ 

રજિસ્ટ્રેશન કરનારાઓમાં ૯૫ બોયઝ અને ૧૧૮ ગર્લ્સ છે.આમ ગોલ્ડ મેડલ મેળવવાની જેમ પીએચડી સંશોધનમાં પણ વિદ્યાર્થિનીઓ વિદ્યાર્થીઓ કરતા આગળ નીકળી ગઈ છે.એમ.એસ.યુનિવર્સિટી દેશની ગણતરીની યુનિવર્સિટીઓમાં સામેલ છે જ્યાં અભ્યાસ કરનારાઓમાં ગર્લ્સની સખ્યા બોયઝ કરતા વધારે છે.આ વર્ષે સૌથી વધારે પીએચડી રજિસ્ટ્રેશન કોમર્સ ફેકલ્ટીમાં થયા છે.આ આંકડો અધ્યાપકો માટે પણ આશ્ચર્યજનક છે.