Gujarat

બોર્ડર ઉપર અટવાયેલા લોકોને વતન જવા દેવાશેઃ તંત્રનો નિર્ણય

By GS Team
16 Apr 20201 min read
This article was originally published on 16 Apr 2020
બોર્ડર ઉપર અટવાયેલા લોકોને વતન જવા દેવાશેઃ તંત્રનો નિર્ણય

પાલનપુર,તા.15 એપ્રિલ 2020, બુધવાર

નોવેલ કોરોના વાયરસ વૈશ્વિકમહામારીના કેસો ભારત અને ગુજરાતમાં પણ નોંધાયા છે. જે અન્વયે અન્ય રાજ્યમાં કોરોન્ટાઈન પૂર્ણ કરીને ગુજરાત રાજ્યમાં આવનાર વ્યક્તિઓને ગુજરાત રાજ્યની બોર્ડરના જિલ્લાના હેલ્થ ઓથોરિટી દ્વારા રીસીવ કરવા, વિગતવાર જરૃરી માહિતીની નોંધ કરીત્યારબાદ તેમના વતનમાં હોમ ક્વોરોન્ટાઈનમાં રાખવા માટે મોકલી આપવાની સુચના આપી છે. જે મુજબ અન્ય રાજ્યોમાંથી ગુજરાત રાજ્યની બોર્ડરના જિલ્લામાંથી જરૃરી નોંધણી કરી તેઓને તેમના રહેણાંકના સ્થળે જવા માટે જરૃરી ટ્રાન્સમીટ પાસકાઢી આપવા તથા તેઓના વતન કે રહેણાંકના જિલ્લા આરોગ્યના વહિવટી તંત્રને આવા ક્વોરન્ટાઈન થયેલ વ્યક્તિઓ રવાના કર્યાની જાણ કરવાની કાર્યવાહી બોર્ડરના જિલ્લાના આરોગ્યના વહિવટીતંત્રએ કરવાની થાય છે. તેમજ બોર્ડરના જિલ્લામાંથી જાણ થયેથી રહેણાંક કે વતનના જિલ્લામાં ક્વોરોન્ટાઈન પૂર્ણ થયેલ વ્યક્તિઓ આવે ત્યારે તેઓને રીસીવ કરવા માટે તથા તેઓના રહેણાંકના સ્થળે હોમ ક્વોરન્ટાઈનમાં મોકલી આપવા તથા તેવા વ્યક્તિઓની વિગતવાર નોંધ રાખવાની કાર્યવાહી રહેણાંકના જિલ્લાના આરોગ્યના વહિવટીતંત્રએ કરવાની થાય છે. બોર્ડરના તથા રહેણાંક કે વતનના જિલ્લામાં હેલ્થ ઓથોરિટીની સાથે મદદરૃપ થઈને કામગીરી કરવા એક ટીમની રચના કરવા તથા આ ટીમમાં આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ તથા મહેસુલ વિભાગના એક-એક અધિકારી અને કર્મચારીની નિમણૂંક કરવામાં આવી છે.