Gujarat

લઘુત્તમ પારો ઉંચકાતા લોકોને કડકડતી ઠંડીમાં મળી નોંધપાત્ર રાહત

By GS Team
22 Jan 20222 mins read
This article was originally published on 22 Jan 2022
લઘુત્તમ પારો ઉંચકાતા લોકોને કડકડતી ઠંડીમાં મળી નોંધપાત્ર રાહત

ભુજ,શુક્રવાર

વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસરાથી કચ્છના વાતાવરણમાં પરિવર્તન આવ્યેંું છે. ભેજના પ્રમાણમા વાધારો સાથે સવારે અનેક વિસ્તારોમાં ઝાકળીયો માહોલ છવાયો હતો. લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીમાં ઘણી રાહત જોવા મળી હતી. હવામાન ખાતા દ્વારા છુટાછવાયા સૃથળોએ હળવા વરસાદની આગાહી વચ્ચે વાદળ છાયા માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. બપોરના સમયે પવનની ગતિ વાધતા ધુળની ડમરી ઉડી હતી અને લોકોને પરેશાની ભોગવવી પડી હતી.

જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસાથી તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. કંડલા (એ) કેન્દ્રમાં ત્રણ ડિગ્રી વાધીને ૧૭.૯, કંડલા પોર્ટમાં ૧૮.૪ ડિગ્રી, ભુજમાં બે ડિગ્રી વાધીને ૧૯.૪ અને નલિયા ત્રણ ડિગ્રી ઉંચકાઈને ૧૯.૬ ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ પારો ૧૮થી ર૦ ડિગ્રીની આસપાસ પહોંચી જતા શિયાળાની ઠંડી લગભગ ગાયબ થઈ ગઈ હતી. લોકોને ઠંડીમાં નોંધપાત્ર રાહત મળી છે.મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રીની આસપાસ રહેતા દિવસ હુંકાળો માહોલ અનુભવાયો હતો. જિલ્લા માથક ભુજમાં વાતાવરણમાં સવારે ૯૬ ટકા જેટલું ઉચુ ભેજનું પ્રમાણ નોંધાયુ હતું. ઝાકળીયા માહોલ છવાયો હતો. બપોરના સમયે પવનની ગતિ વાધી હતી. ધુળની ડમરીયો ઉડતા રાહદારી વાહન ચાલકો અને વેપારીઓને તકલીફ પડી હતી. પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ ૧૦ કિ.મી.ની અને દિશા પશ્ચિમી  ઉત્તર પશ્ચિમની રહી હતી.

માવઠાની આગાહી વચ્ચે વહેલી પરોઢે ધુમ્મસ છવાઈ જતા ઝાકળ પડી

ભુજ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી પરોઢે વાતાવરણમાં એકાએક પલટો આવી મોટા પ્રમાણમાં ધુમ્મસ છવાઈ જતા ઝાકળ પડવાનુ શરૃ થયુ હતુ.

હવામાન વિભાગે તા.૨૧ અને ૨૨ જાન્યુઆરી દરમ્યાન માવઠં થવાની આગાહી કરી છે. જેના પગલે આજે વહેલી પરોઢે એકાએક વાતાવરણમાં પલટો આવી મોટાપ્રમાણમાં ધુમ્મસ છવાઈ જતા વિજિબિલીટી ઘટવાની સાથે વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલીઓ પડી હતી.  જેમાં ધોળે દિવસે વાહન ચાલકોને વાહનની હેડ લાઈટો ચાલુ કરી ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી. વહેલી પરોઢાથી છવાયેલા ધુમ્મસની અસરો સવારે ૯.૩૦ વાગ્યાના સમય ઉપરાંત તેની અસરો રહેવા પામી હતી.  શહેર તેમજ ગામડાઓના મુખ્ય માર્ગો પર ધુમ્મસ છવાઈ જવાને કારણે આશરે ૫૦ ફુટ કરતા પણ ઓછા અંતરાથી સામેાથી આવતા લોકોને નજરે નીહાળવામાં પણ મુશ્કેલીઓ અનુભવી પડી હતી.  સવારે ૧૦ વાગ્યા બાદ ફરીથી વાતાવરણમાં એકાએક પલટો આવી સુર્યનો તડકો આવતા ધુમ્મસમાં ઘટાડો થઈ વાતાવરણ રાબેતા મુજબ બન્યુ હતુ.