Get The App

પાટડી-ખારાઘોડાનો રોડ એક વર્ષથી મંજૂર છતાં કામગીરી શરૂ ન કરાઇ

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
પાટડી-ખારાઘોડાનો રોડ એક વર્ષથી મંજૂર છતાં કામગીરી શરૂ ન કરાઇ 1 - image

- બિસ્માર રસ્તાના કારણે અકસ્માતની ભીતિ

- મીઠાનુ વહન કરતા વાહન ચાલકો સહિત કચ્છના નાના રણની મુલાકાતે આવતા પર્યટકો મુશ્કેલી

પાટડી :  સાડા તાલુકાનું ખારાઘોડા ગામ મીઠાના હબ તરીકે જાણીતું છે. ખારાઘોડા રણમાં લાખો મેટ્રિક ટન મીઠાનું ઉત્પા ન થાય છે અને ઉત્પા ન થયેલ મીઠુ ટ્રેન અને ટ્રક મારફતે ભારતના ખૂણે ખૂણે પહોંચે છે. મીઠા ઉદ્યોગ વેગ આપવા માટે સરકાર દ્વારા ખારાઘોડા-પાટડી રોડ લાખોના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે. 

જોકે, રોડ મંજૂર થયો તેને પણ એક વર્ષથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી આ રોડ નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું નથી. ખારાઘોડા-પાટડી રોડ પર ઠેર-ઠેર ખાડાઓ પડી જવાથી અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. રિક્ષા સહિતના વાહનો અને કચ્છના નાના રણની મુલાકાતે આવતા પર્યટકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દસાડા તાલુકામાં મંજૂર થયેલ કામોમાં ૭૦ ટકા કામો હજુ પણ શરૂ કરવામાં આવ્યા નથી. રાજકીય આગેવાનો અને નેતાઓ દ્વારા ખાતમુર્હત કરી વાહ વાહી મેળવી લેવાય છે પરંતુ કામો શરૂ ન થતા જનતામાં રોષની લાગણી જોવા મળી રહી છે.