Get The App

પંચમહાલમાં રોડ કિનારે બિનવારસી હાલતમાં સરકારી મીઠાંનો જથ્થો મળ્યો, તંત્ર સામે ગંભીર સવાલ ઊઠ્યાં

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
પંચમહાલમાં રોડ કિનારે બિનવારસી હાલતમાં સરકારી મીઠાંનો જથ્થો મળ્યો, તંત્ર સામે ગંભીર સવાલ ઊઠ્યાં 1 - image


Panchmahal News: પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાંથી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. હકીકતમાં કાલોલના દેરોલ નજીકથી સરકારી અનાજ વિતરણ માટેનો મીઠાનો જથ્થો બિનવારસી હાલતમાં રોડ પર પડેલો મળી આવ્યો છે. આશરે 50 જેટલી મીઠાની બેગો રસ્તા પર ખુલ્લી હાલતમાં જોવા મળી હતી, જેના કારણે સરકારી જથ્થાના સંગ્રહ અને વિતરણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં એક જ દિવસમાં બે ઘાતકી હત્યા: તીક્ષ્ણ હથિયારોથી કરાયો હુમલો

વહીવટી તંત્રની બેદરકારી

સામાન્ય રીતે, આ સરકારી મીઠું ગરીબ અને જરૂરીયાતમંદ વર્ગના લોકોને રાહત દરે વાપરવા માટે ફાળવવામાં આવે છે. આવા મહત્ત્વના જથ્થાનું રોડ પર બિનવારસી પડ્યું રહેવું એ વહીવટી તંત્રની બેદરકારી દર્શાવે છે.

પંચમહાલમાં રોડ કિનારે બિનવારસી હાલતમાં સરકારી મીઠાંનો જથ્થો મળ્યો, તંત્ર સામે ગંભીર સવાલ ઊઠ્યાં 2 - image

આ પણ વાંચોઃ ગુજરાતમાં એક આખા ગામના લોકોનું ધર્માંતરણ કરાવી હિન્દુમાંથી મુસ્લિમ બનાવી દેવાયા

અન્ન, નાગરિક પુરવઠા વિભાગ પર સવાલ

આ ઘટનાથી અન્ન, નાગરિક પુરવઠા વિભાગ અને અનાજ ગોડાઉનના સંચાલન પર સીધો પ્રશ્ન ઊભો કર્યો છે. સરકારી અનાજ અને અન્ય વસ્તુઓનું વિતરણ કેવી રીતે થાય છે અને સુરક્ષાના કેવા માપદંડોનું પાલન થાય છે, તે સૌથી મોટો પ્રશ્ન છે. આ સરકારી મીઠું કોના પાપે બહાર પડ્યું અને આ ઘટના માટે કોણ દોષિત છે, તેની તાત્કાલિક અને ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ. સ્થાનિકોએ આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.


Tags :