Gujarat

અઢી લાખથી વધુ પશુપાલકો માટે ખુશખબર, દૂધના ખરીદ ભાવમાં ડેરીએ કિલો ફેટે રૂ.10નો કર્યો વધારો

By GS Team
1 Aug 20261 min read
TukuTouch Logo
પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના અઢી લાખથી વધુ પશુપાલકો માટે ખુશખબર છે. પંચામૃત ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે ₹10નો વધારો કર્યો છે. હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹885 મળશે. 1લી ઓગસ્ટ 2026થી અમલમાં આવેલો આ નિર્ણય ચોમાસામાં વધતા ખર્ચને પહોંચી વળવા મદદરૂપ થશે. ચાલુ વર્ષે આ ત્રીજી વખત ભાવ વધારો કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અઢી લાખથી વધુ પશુપાલકો માટે ખુશખબર, દૂધના ખરીદ ભાવમાં ડેરીએ કિલો ફેટે રૂ.10નો કર્યો વધારો

Panchamrut Dairy Milk Procurement Price Hike: પંચામૃત ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂ.10નો વધારો કરવામાં આવ્યો છે. દૂધના ખરીદ ભાવના વધારાથી પંચમહાલ, મહીસાગર, દાહોદના અઢી લાખથી વધુ પશુપાલકોને આર્થિક ફાયદો થશે.

પંચામૃત ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂ.10નો કર્યો વધારો

ચોમાસાની ૠતુને ધ્યાનમાં રાખીને પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના અઢી લાખથી વધુ પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન પંચામૃત ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં અગાઉ દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે રૂ.875 ચૂકવાતા હતા. જેમાં રૂ.10નો વધારો કરી હવેથી પશુપાલકોને રૂ.885 પ્રમાણે ચૂકવાશે. આ નવો ભાવ 1લી ઓગસ્ટ 2026થી અમલમાં મૂકવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુમાં પશુઓ માટે ઘાસચારા, દાણ સહિતનો અન્ય ખર્ચ બમણો થઈ જાય છે. જેથી પશુપાલકોને આર્થિક સહાય મળી રહે તે હેતુથી પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા ચોમાસાની ૠતુને ધ્યાનમાં રાખીને ભાવ વધારો કરવાનો નિર્ણય લઈ પશુપાલકો ભેટ આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી: અમદાવાદ સહિત 16 જિલ્લામાં રેડ ઍલર્ટ', બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ

નોંધનીય છે કે, ચાલુ વર્ષમાં પંચામૃત ડેરી દ્વારા સતત ત્રીજી વખત દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને પંચામૃત ડેરી સાથે સંકળાયેલા ત્રણેય જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.