અંગદાનમાં આપણું ગુજરાત મહારાષ્ટ્ર, તેલંગાણાની તુલનાએ પાછળ, દેશમાં છેક સાતમા સ્થાને
Gujarat Organ Donation: રક્તદાનની જેમ અંગદાનને પણ મહાદાન ગણવામાં આવે છે. એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનથી 8 વ્યક્તિને નવજીવન મળે છે. ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં 657 અંગદાતા તરફથી 2039 અંગોનું દાન મળ્યું છે, જેનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી હજારો દર્દીને નવજીવન મળ્યું છે. અલબત, છેલ્લા 10 વર્ષમાં સૌથી વઘુ અંગદાન મામલે ગુજરાત ટોચના ૬ રાજ્યોમાં પણ નથી.
છેલ્લાં 10 વર્ષમાં કયા રાજ્યમાંથી સૌથી વધુ અંગદાન?
અંગદાનમાં ગુજરાતની ગતિ ધીમી
વર્ષ 2013થી વર્ષ 2024 દરમિયાન સૌથી વઘુ અંગદાન નોંધાયું હોય તેવા રાજ્યોમાં દિલ્હી 28056 સાથે મોખરે, તામિલનાડુ 14137 સાથે બીજા નંબરે, મહારાષ્ટ્ર 11236 સાથે ત્રીજા જ્યારે ગુજરાત 5539 સાથે સાતમાં સ્થાને છે. આમ, ગુજરાતમાં અંગદાનની ગતિ પ્રમાણમાં ધીમી છે. રાહતની વાત એ છે કે, 2019ની સરખામણીએ 2024માં આ આંકડો બમણાથી પણ વધ્યો છે.
આ પણ વાંચોઃ સરોડા રોડ પર વીજપોલ અને ફૂટપાથ પરની કાંસની ખુલ્લી ચેમ્બર અકસ્માત નોતરશે
લોકોમાં નથી અંગદાનની જાગૃતિ
ગુજરાતમાં વર્ષ 2014માં 314 અંગદાન નોંધાયા હતા જે 2022માં વધીને 827 થયા હતા. 2023 અને 2024માં 900થી વધુ અંગદાન નોંધાયું હતું. વર્ષ 2023માં મૃતક થકી 1099 અંગદાન થયા હતા. જેમાં સૌથી વઘુ 252 સાથે તેલંગાણા, 178 સાથે તામિલનાડુ, 148 સાથે મહારાષ્ટ્ર અને 146 સાથે ગુજરાત મોખરે છે. જાણકારોના મતે, ગુજરાતે હજુ સ્કૂલ-કોલેજમાં અંગદાન અંગે જાગૃતિ મળે તેવા સેમિનાર યોજવાની જરૂર છે. અંગદાન કોણ કરી શકે, કેવી સ્થિતિમાં થઇ શકે તેવી જાગૃતિ હજુ અનેક લોકોમાં નથી.
છેલ્લાં 10 વર્ષમાં કયા રાજ્યમાં મૃતકોના સૌથી વધુ અંગદાન?
આ પણ વાંચોઃ ભકિતભાવ પૂર્વક ભાવિકો દ્વારા અમદાવાદમાં દસ હજારથી વધુ દશામાની મૂર્તિનું વિસર્જન કરાયું
દર વર્ષે 3 ઓગસ્ટની ઉજવણી ભારતીય અંગદાન દિવસ તરીકે કરવામાં આવે છે. આ નિમિત્તે શનિવારે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે ગુજરાતને અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ત્રણ- ત્રણ એવોડ્ર્સ એનાયત થયા હતા. જેમાં ગુજરાત સરકારને એક્સલન્સ ઇન પ્રમોશન ઓફ ઓર્ગન ડોનેશન, ન્યૂ સુરત સિવિલ હોસ્પિટલને બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર તથા અમદાવાદમાં સિવિલ મેડિસિટી ખાતે કાર્યરત કિડની ઇન્સ્ટિટ્યૂટને ટ્રાન્સપ્લાન્ટ કરતી દેશની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયો છે.