વડોદરામાં ગેસ લીકેજના કારણે દુર્ઘટના: મકાનમાં આગ બાદ માતા-પિતા અને પુત્રી દાઝ્યા, પુત્રનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Baroda Fire: વડોદરામાં રવિવારે (26 ઓક્ટોબર) સવારે ન્યૂ સમા વિસ્તારમાં એક દર્દનાક ઘટના બની હતી. જેમાં રહેણાંક વિસ્તારમાં ગેસ લિકેજના કારણે લાગેલી આગમાં પરિવારના ચાર સભ્યો દાઝી ગયા હતા. જેમાં એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
આ પણ વાંચોઃ જામનગરમાં ધમધમતા વિસ્તારમાં માસૂમ બાળકી સાથે આધેડ નરાધમનું અધમ કૃત્ય, એક યુવકે બચાવી
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, રવિવારે (26 ઓક્ટોબર) સવારે ન્યૂ સમા વિસ્તારમાં મનહર પાર્ક સોસાયટીના એક રહેણાંક વિસ્તારમાં ગેસ લિકેજની ઘટના સામે આવી હતી. આ ગેસ લિકેજના કારણે ઘરમાં વિકરાળ આગ લાગી હતી, જેમાં પરિવારના ચાર સભ્યો દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા તુરંત ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ચારેયનું રેસ્ક્યુ કરી તેમને સયાજી રાવ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે, સારવાર દરમિયાન તેમાંથી 23 વર્ષના વિજ્વજીત ગુપ્તા નામના એક યુવકનું મોત નિપજ્યું હતું. આ સિવાય અન્ય ત્રણ અન્ય લોકો હાલ સારવાર હેઠળ છે. જેમાં રાજકિશોર ગુપ્તા, રિતાબહેન ગુપ્તા અને પ્રિયંકાબહેન ગુપ્તાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ ગિરનારમાં ભારે પવનના કારણે રોપ-વે અનિશ્ચિત સમય સુધી બંધ, વેકેશનમાં પ્રવાસીઓને હાલાકી
પોલીસે હાથ ધરી તપાસ
નોંધનીય છે કે, પ્રત્યક્ષદર્શીઓ દ્વારા સિલિન્ડર બ્લાસ્ટ થયાની પણ વાત કરવામાં આવી રહી છે, જેના ચોક્કસ કારણો જાણવા માટે સમા પોલીસે તપાસ હાથ ધરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ ગેસ લિકેજ હતું કે પછી સિલિન્ડર બ્લાસ્ટ તે વિશે તપાસ કરવામાં આવશે. સમા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી દુર્ઘટના પાછળનું સાચું કારણ જાણવા માટેની તપાસ હાથ ધરશે.








