Get The App

તાંદલજામાં મોડી રાત્રે બે યુવકો ઉપર સશસ્ત્ર હુમલો, વિડીયો વાયરલ થતા પોલીસ તપાસ

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
તાંદલજામાં મોડી રાત્રે બે યુવકો ઉપર સશસ્ત્ર હુમલો, વિડીયો વાયરલ થતા પોલીસ તપાસ 1 - image

Vadodara Crime : વડોદરા તાંદલજા વિસ્તારમાં ગઈ મોડી રાત્રે સશસ્ત્ર હુમલાના પગલે પોલીસ દોડતી થઈ હતી. જોકે વહેલી સવાર સુધી હજી આ બાબતે પોલીસ ફરિયાદ થઇ નથી. 

તાંદલજા વિસ્તારના વાયરલ થયેલા વીડિયોમાં એક યુવક લોહી લુહાણ હાલતમાં નજરે પડે છે. જ્યારે તેની સાથે અન્ય એક યુવકને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે ભારે દોડધામ અને બૂમરાણ પણ મચી હતી.

બનાવ અંગે પોલીસે કહ્યું હતું કે, અમારી પાસે પણ બે યુવકોને હુમલાને કારણે ઈજા થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે જેની તપાસ કરવામાં આવી રહી છે. આ બાબતે હજી અમારી પાસે કોઈ ફરિયાદ આપવા માટે આવ્યું નથી. વાયરલ થયેલા વીડિયોની પણ તપાસ કરવામાં આવી રહી છે.