Get The App

પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે અમદાવાદમાં બાવન સ્પોટ ઉપર ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ કાર્યરત કરાશે

કોર્પોરેશન રેવન્યુ શેરીંગ કરશે, જમીન વિસ્તારના પ્રતિ ચોરસ મીટર વાર્ષિક જંત્રી દરના પાંચ ટકાના દરેભાડુ વસૂલ કરાશે

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે  અમદાવાદમાં બાવન  સ્પોટ ઉપર ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ કાર્યરત કરાશે 1 - image

અમદાવાદ,શનિવાર,28 માર્ચ,2026

અમદાવાદમાં ૧૯૭૦ ઈલેકટ્રિક બસ આવવાની છે. આ બસોના ચાર્જિંગ માટે કોઈ આયોજન છે કે કેમ તે અંગે મ્યુનિસિપલ કમિશનરે ટ્રાન્સપોર્ટ મેનેજરને સવાલ કરતા જવાબ આપી શકયા નહોતા.દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં બાવન સ્પોટ ઉપર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ કાર્યરત કરાશે.કોર્પોરેશન જે એજન્સીને કામ આપશે તેની સાથે રેવન્યુ શેરીંગ કરશે.આ ઉપરાંત જમીન વિસ્તારના પ્રતિ ચોરસ મીટર વાર્ષિક જંત્રી દરના પાંચ ટકાના દરે ભાડુ વસૂલ કરાશે.

૮ એપ્રિલના રોજ કોર્પોરેશન પ્રિબિડ મિટીંગ કરશે. ૨૭ એપ્રિલના રોજ ટેકનીકલ બિડ ઓપન કરવામા આવશે.પાંચ વર્ષ માટે વર્ક ઓર્ડર આપવામા આવ્યા પછી કામગીરી સંતોષકારક જણાશે તો વધુ પાંચ વર્ષ મુદત કોર્પોરેશન વધારી આપશે.જમીનના ભાડામા પણ દર વર્ષે દસ ટકાના દરે વધારો કરવામા આવશે.નોંધપાત્ર બાબત એ છે કે, અમદાવાદમાં વર્ષ-૨૦૨૨થી ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોલીસી અમલમાં મુકવામા આવેલી છે. અત્યારસુધી મંથરગતિથી ચાલતી કામગીરી હવે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુધ્ધ અને તેના કારણે વૈશ્વિક સ્તરે સર્જાયેલી ઈંધણની પરિસ્થિતિ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટને લઈ ફરી એકાએક સક્રીય બનીગયુ છે.

ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન પોઈન્ટ કયાં કયાં બનશે?

-રક્ષાશકિત સર્કલ,ખાડીયા પોલીસ સ્ટેશન પાસે, સરદાર પટેલ ભવન,દાણાપીઠ, સેન્ટ્રલ વર્કશોપ,જમાલપુર, સિવિલ હોસ્પિટલ અસારવા પાસે,દરિયાપુર-શાહપુર સબ ઝોનલ ઓફિસ, રામોલ-હાથીજણ,ભાઈપુરા હાટકેશ્વર સબ ઝોનલ ઓફિસ,ઓઢવ-નિકોલ સબ ઝોન ઓફિસ, પૂર્વ ઝોન કચેરી, ચાંદખેડા સબ ઝોન ઓફિસ, સિલ્વર એવન્યુ કોમ્પલેકસ પાસે, ન્યુ સી.જી.રોડ,ચાંદખેડા, ચાંદખેડા બસસ્ટોપ પાસે, મૈત્રી ગાર્ડન સામે,મોટેરા,આઈડીપી સ્કૂલ નજીક, મોટેરા,મહેસાણા સોસાયટી સામે,ભીમજીપુરા,નવા વાડજ, ઉસ્માનપુરા ઝોનલ કચેરી, પાલડી-વાસણા સબ ઝોન કચેરી,રાણીપ રેલવે ઓવરબ્રિજ પાસે, સિન્થેટિક ગાર્ડન,મકરબા, બકેરી સિટી રોડ,વેજલપુર,જીવરાજ પાર્ક બ્રિજ નીચે, સરખેજ-જોધપુર સબ ઝોન કચેરી,મકતમપુરા-વેજલપુર સબ ઝોન કચેરી,વટવા ટર્નિંગ પાસે, જી.ઈ.બી. નરોડા પાસે, શ્યામ ઉપવન પાસે, મુઠીયા ટોલનાકા પાસે, મ્યુનિ.લાયબ્રેરી, માધવમોલ પાસે, નંદલાલ વાધવા હોલ પાસે ઠકકરનગર, અર્બન હેલ્થ સેન્ટર, ઠકકરનગર, નરોડા ફ્રુટ માર્કેટ, સૈજપુર ટાવર પાસે, મેમ્કો ઓવરબ્રિજ પાસે, અરવિંદ મિલ પાસે, સરદારનગર સબ ઝોન ઓફિસ, સૈજપુર અર્બન હેલ્થ સેન્ટર , નરોડા સબ ઝોન કચેરી, ચાણકયપુરી રેલવે ઓવરબ્રિજ પાસે,સોલા ઓવરબ્રિજ પાસે, ગોતા રેલવે ઓવરબ્રિજ પાસે, ચાણકયપુરી બ્રિજ નીચે, કારગીલ સર્કલ રોડ, સાયન્સ સિટી રોડ,જગુઆર શોરુમ, એસ.જી.હાઈવે, રાજપથ-રંગોલી રોડ, ઈસ્કોન-આંબલી રોડ,